ગામની 20 વર્ષ જૂની પરંપરા:દામાવાસ ગામના 60 જણાએ કર્યા 11 દિવસના કર્યા અનુષ્ઠાન, ગ્રામજનો અને વિધાર્થીઓ સહીત હજાર લોકોએ કર્યું બ્રહ્મભોજન

સાબરકાંઠા (હિંમતનગર)14 દિવસ પહેલા
  • 11 દિવસ યુવક મંડળ દ્વારા સેવા આપવામાં આવી

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપામાં 60 વ્યક્તિ અનુષ્ઠાન કર્યુ, જેમાં સ્ત્રી-પુરુષોએ કર્યું હતું 11 દિવસનું કર્યું હતું. સોમવારે અનુષ્ઠાન પૂર્ણ થતા 1000 થી વધુને બ્રહ્મભોજન કરાવ્યું હતું. કમ્પામાં વીસ વર્ષથી ચાલી આવતા નિત્યક્રમ ચાલ્યો આવે છે. જેની ઉજવણી લોકફાળાથી કરવામાં આવે છે.

જીવનમાં આદિઅનાદી કાળથી સત્સંગનુ મહત્વ
ચોમાસામાં ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ત્યારે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમાથી શરૂ કરેલ અનુષ્ઠાન 11 દિવસે પૂર્ણ થતા 12માં દિવસે તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 20 વર્ષથી ચાલતા નિત્યક્રમ મુજબ ખેડબ્રહ્માના દામાવાસકંપામાં 60 સ્ત્રી-પુરુષોએ ગુરુપૂનમથી ઉપવાસ કરી અનુષ્ઠાન શરુ કર્યું હતું. આ અગિયાર દિવસ દરમિયાન સવાર-બપોર અને સાંજે ગામના મંદિરમાં સત્સંગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉપવાસીઓ સહીત ગ્રામજનો જોતરાય છે. સોમવારે 12 દિવસે અનુષ્ઠાન પુર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પીરાણાથી પૂજ્ય પંકજદાસજી મહારાજ ઉપસ્થિત રહી. જીવનમાં સત્સંગનુ મહત્વ સતપંથ ધર્મ આદિઅનાદી કાળથી છે. જેમાં 650 વર્ષથી આપણને દૈનિક જીવનમાં સદગુરુએ આપેલ ઉપદેશને દ્રષ્ટાંત આપી વિશ્ર્વાસ, વિવેક, વૈરાગ્ય, વિશ્રાન્ત એમ ચાર વિશેનું મહત્વ સમજાવ્યું હતું.

11 દિવસ યુવક મંડળ દ્વારા સેવા આપવામાં આવી
નિષ્કલંન્કી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર ખાતે તમામ 60 ઉપવાસીઓએ સત્સંગ પૂર્ણ થયા બાદ પારણા કર્યા હતા. તો ગામની પ્રાથમિક શાળાના વિધાર્થીઓ, ખેતરમાં જોતરાયેલા ખેતમજુરો અને ગ્રામજનો મળી 1000 થી ભાવિક ભક્તોએ બ્રહ્મભોજન લીધું હતું. તો આ અંગે દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી આવો નિત્યક્રમ, અનુષ્ઠાન અને બ્રહ્માભોજનની પરંપરા ગામલોકોના સ્વૈચ્છિક લોકફાળો ચાલી રહી છે. તો સતત 11 દિવસ યુવક મંડળ દ્વારા સેવા આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...