સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર:7 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ થઇ હતી, રવિવારે યોજાયેલી ચૂટણીમાં 76 ટકા મતદાન થયું

સાબરકાંઠા (હિંમતનગર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીની ચૂટણીમાં રવિવારે 76 ટકા મતદાન થયું હતું. જોકે વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં અગાઉથી છ બેઠકો બિનહરીફ થઇ હતી. રવિવારે યોજાયેલી ચુંટણી દરમિયાન બપોર બાદ મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી પરિણામ જાહેર કરાયા હતા. જેમાં વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ ફૂલહાર પહેરાવી મો મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની કુલ 17 બેઠકોમાંથી વ્યક્તિ ડેલીગેટની ચાર તથા અન્ય કુલ 13 બેઠકો મળી 17 બેઠકો માટે ચુંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં હિંમતનગર વિભાગ એક, બાયડ વિભાગ એક, ભિલોડા, મોડાસા, ધનસુરા અને ખેડબ્રહ્મા બેઠક મળી કુલ 6 બેઠકોના ઉમેદવારોને અગાઉથી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. રવિવારે સવારે હિંમતનગરની બહુમાળી ભવનમાં મામલતદાર કચેરી ખાતે હિંમતનગર વિભાગ-2, ઇડર વિભાગ-1 અને 2, વડાલી, તલોદ, પ્રાંતિજ અને બાયડ વિભાગ-2 બેઠક માટે મતદાન યોજાયું હતું. જેમાં કુલા 312 મતદારો પૈકી 237 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં હિંમતનગર વિભાગ-2 બેઠક માટે કુલ 39 મતદારોમાંથી તમામ મતદારોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત વડાલી અને તલોદ વિભાગમાં પણ 100 ટકા મતદાન થયું હતું.

સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના વર્તમાન ચેરમેન જેઠાભાઈ પ્રભુદાસ પટેલ, બાયડ વિભાગ-૧ બેઠકમાંથી બાબુભાઈ મથુરભાઈ પટેલ, ભિલોડા બેઠક પરથી ભીખાભાઈ કોહ્યાભાઈ પટેલ, મોડાસા બેઠક પરથી હસમુખ દયાળજીભાઈ પટેલ, ધનસુરા બેઠક પરથી જગદીશ શામજીભાઈ પટેલ અને ખેડબ્રહ્મા બેઠક પરથી જશુભાઈ જગુભાઈ પટેલ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના વ્યક્તિ ડેલીગેટ ચુંટણી માટેની કાર્યવાહી દરમ્યાન ભાજપે પ્રથમ વખત પક્ષના સમર્થિત ઉમેદવારોને મેન્ડેટ આપીને ચુંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા હતા. પક્ષ વિરોધી બળવો કરનાર વડાલી બેઠક પરથી કાન્તી મંછાભાઈ પટેલ અને તલોદ બેઠક પરથી ઉમેદવારી કરનારા બાબુભાઈ ગોપાલભાઈ પટેલને ભાજપના પ્રાથમિક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે વડાલી બેઠક પરથી ભાજપે આપેલા મેન્ડેટના ઉમેદવાર જયંતી વીરચંદભાઈ પટેલનો વિજય થયો હતો. તો બીજી તરફ તલોદ બેઠક પર ભાજપે તાલુકા મહામંત્રી રાકેશ પટેલને મેન્ડેટ આપીને ચુંટણી જંગમાં મોકલ્યા હતા, પરંતુ તેમનો કારમો પરાજય થયો હતો. તો સામે ભાજપે જેને સસ્પેન્ડ કર્યા હતા, તે ઉમદેવાર બાબુભાઈ ગોપાલભાઈ પટેલનો વિજય થયો હતો.

1.બાબુભાઈ અમીચંદભાઈ પટેલ

2.મણીભાઈ ઈશ્વરભાઈ પટેલ

3.લલીતકુમાર મંગલભાઈ પટેલ

4.હસમુખભાઈ ચીમનભાઈ પટેલ

5.હિંમતનગર વિભાગ-2 સંજયકુમાર બાબુલાલ પટેલ

6.ઇડર વિભાગ-1 રાજેન્દ્રકુમાર અમૃતભાઈ પટેલ

7.ઇડર વિભાગ-2 હરિભાઈ દલજીભાઈ પટેલ,

8.બાયડ વિભાગ-2 ગોપાલ મોહનભાઈ પટેલ

9.વડાલી જયંતી વીરચંદભાઈ પટેલ

10. પ્રાંતિજ દિનેશ વરવાભાઈ પટેલ

11.તલોદ બાબુભાઈ ગોપાળભાઈ પટેલ

અન્ય સમાચારો પણ છે...