છેતરપિંડી:ઇડરમાં આંગણવાડી સુપરવાઇઝરની નોકરીની લાલચે 5.85 લાખની ઠગાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ વડાલીના અને હાલા લુણાવાડાના શખ્સે ખોટુ મેરિટ લિસ્ટ બનાવી પૈસા પડાવ્યા
  • ડોક્યુમેન્ટ​​​​​​​ વેરીફિકેશન અનુભવના પ્રમાણપત્ર, નિમણૂંકનો ખર્ચ બતાવી 4 જણાંને ઠગ્યા

મૂળ વડાલી તાલુકાના અને હાલ લુણાવાડામાં રહેતા શખ્સે ઇડરમાં 4 વ્યક્તિઓને ત્રણેક વર્ષ અગાઉ આંગણવાડી સુપરવાઇઝર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી પહેલા રૂ.1.85 લાખ અને ત્યારબાદ ખોટું મેરિટ લિસ્ટ બતાવી વિશ્વાસમાં લઈને એકની પાસેથી રૂ.4.85 લાખ અને અન્ય મહિલાના રૂ.1 લાખ મળી કુલ રૂ. 5.85 લાખની છેતરપિંડી આચરતા સા.કાં. એસ.પી.ના હુકમ બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઈડરના સુરપુરમાં રહેતા સલીમખાન સુભાનખાન હડાના જીઇબીમાં નોકરી કરતા મિત્ર અશોકભાઈ ઉર્ફે જાદુગરે વાત કરી હતી કે પ્રકાશસિંહ જીલુસિંહ ચંપાવત (રહે.ધોલીરોડ લુણાવાડા, જી.મહિસાગર, મૂળ રહે. વાસણ, તા. વડાલી) મારા ઓળખીતા છે અને ઓ.એન.જી.સી., રેલ્વે, આંગણવાડીમાં નોકરી લગાડવાનું કામ કરે છે.

સલીમખાનની પત્નીએ તેડાગરની નોકરી માટે ફોર્મ ભરેલ હોઇ તેના માટે વાત કરતા તેમણે તેડાગર નહીં પરંતુ સુપરવાઇઝરની નોકરીનું થશે તમે જાતે પ્રકાશસિંહને મળી આવો કહેતા બીજા દિવસે સલીમખાન, તેમની પત્ની, સસરા અને અશોકભાઈ હિંમતનગર જિ.પં. ખાતે પ્રકાશસિંહ ને મળ્યા હતા.

અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અનુભવના પ્રમાણપત્ર, નિમણૂંક ઓર્ડર વગેરેનો રૂ.5 લાખ ખર્ચ થનાર હોવાનું જણાવતા રૂ.5 લાખ આપવાની ક્ષમતા ન હોવાનું કહેતા પ્રકાશસિંહે બીજા ત્રણેક માણસ ઉભા કરો તમારું ઓછામાં કરી દઈશું કહેતા પરત આવી આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતા યાસ્મીનબેન ઇમ્તીયાઝભાઇ મનસુરી અને મીનાક્ષીબેન નટુભાઈ પરમાર તથા સુરપુરના અનીશાબેન રફિકભાઈ મનસુરીને વાત કરતા તૈયાર થયા હતા અને બધાના 3 - 3 લાખ નક્કી કરી રૂ.1.85 લાખ એડવાન્સ આપ્યા હતા.

​​​​​​​સલીમખાનને મેરિટ લીસ્ટ બતાવી વિશ્વાસમાં લઈ યાસ્મીનબેનના રૂ.1 લાખ સહિત બીજા રૂ.4 લાખ પ્રકાશસિંહે જણાવેલ ખાતામાં જમા કરાવ્યા હતા. રૂ.5.85 લાખ લીધા બાદ નોકરી અંગે પૂછતાં ગલ્લા તલ્લા કરતાં ઇડર પોલીસે પ્રકાશસિંહ જીલુસિંહ ચંપાવત સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...