મોસમનો 26 % વરસાદ:સાબરકાંઠાના 5 ડેમમાં 11 દિવસમાં 561 કરોડ લિટર પાણીની આવક

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડવા ડેમ - Divya Bhaskar
ખેડવા ડેમ
  • સૌથી વધુ હાથમતીમાં 237 કરોડ લિટર અને હરણાવ-2 માં 162 કરોડ લિટર પાણીની આવક
  • 5 ડેમની કુલ સંગ્રહ ક્ષમતાની સામે 2.20 % પાણીની આવક થઇ
  • સાબરકાંઠાના જળાશયોના ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધશે ત્યારે પાણીનો જથ્થો વધશે
  • સાબરકાંઠા જિલ્લામાં મોસમનો 26 % વરસાદ વરસી ગયો

સાબરકાંઠા જિલ્લામાં જુલાઇ માસમાં મેઘમહેર થતાં 5 જળાશયોમાં નવા પાણીની આવક થઇ છે. જિલ્લામાં મોસમનો 26.13 ટકા વરસાદ વરસી જવા છતાં માત્ર 2.20 ટકા નવા નીરની આવક થઇ છે તેની પાછળ જળાશયોના ઉપર વાસમાં હજુ જોઇએ તેટલો વરસાદ થયો ન હોવાનુ જાણવા મળી રહ્યુ છે. તેમ છતાં જિલ્લામાં 11 દિવસમાં 561 કરોડ લિટર નવા પાણીની આવક થઇ છે.

સાબરકાંઠામાં જુલાઇના પ્રારંભથી ચોમાસાએ વેગ પકડતાં 11 દિવસમાં આઠેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો છે. પ્રાંતિજ અને ઇડર તાલુકામાં અન્ય તાલુકાની સરખામણીએ ઘટ પ્રવર્તી રહી છે. સિંચાઇ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 1 જુલાઇએ જિલ્લાના ગુહાઇ, હાથમતી, હરણાવ-2, ખેડવા અને ગોરઠીયા જળાશયમાં 1875 કરોડ લિટર જેટલો પાણીનો જથ્થો હતો.

પાંચ જળાશયોની પાણીની કુલ સંગ્રહ ક્ષમતા 25472 કરોડ લિટરની છે છેલ્લા 11 દિવસમાં પાંચ જળાશયમાં કુલ 561 કરોડ લિટર નવા પાણીની આવક થઇ છે. સૌથી વધુ હાથમતી જળાશયમાં 237 કરોડ લિટર અને હરણાવ-2 માં 162 કરોડ લિટર પાણીની આવક થઇ છે. મતલબ પાંચ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતાની સામે માત્ર 2.20 ટકા નવા પાણીની આવક થઇ છે.

બીજી બાજુ જિલ્લામાં મોસમનો 26 ટકા વરસાદ થઇ ચૂક્યો છે અને જળાશયોમાં નહીવત પાણી આવ્યું છે. જિલ્લાના પૂર્વોત્તર એટલે કે જળાશયોના ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધશે ત્યારે પાણીનો જથ્થો વધશે. હાલમાં સંગ્રહ શક્તિની સામે 10 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

પાંચ જળાશયોમાં નવા પાણીની આવક

જળાશયકુલક્ષમતા1 જુલાઇ Mcm12 જુલાઇ Mcmઆવક
ગુહાઇ68.754.91255.51140.5989
હાથમતી152.847.52559.89892.3754
હરણાવ-221.6784.9756.6041.629
ખેડવા7.630.92441.5480.6236
ગોરઠીયા4.150.510.910.4
કુલ255.04818.755424.47235.6169

​​​​​​અરવલ્લીમાં ભારે વરસાદની આગાહીને લઇ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા તાકીદ

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના હોવાથી કલેક્ટરની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી સાથે સાથે જિલ્લામાં દરેક જવાબદાર અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...