રિમાન્ડ દરમિયાન તપાસ કરાશે:એમડી ડ્રગ કેસમાં 4 શખ્સોના 5 અને 5ના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

હિંમતનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા કેટલાંં લોકોને નશાના બંધાણી બનાવ્યા હતા? રિમાન્ડ દરમિયાન તપાસ કરાશે

હિંમતનગર શહેરમાંથી એમ.ડી. ડ્રગના રેકેટનો પર્દાફાશ કર્યા બાદ વેચાણકર્તા, સપ્લાયર અને નશાના બંધાણી મળી 9 શખ્સોની અટકાયત કર્યા બાદ બુધવારે કોર્ટમાં રીમાન્ડ અર્થે રજૂ કરતા 04 વેચાણકર્તા અને સપ્લાયરના 5 દિવસના તથા 05 નશાના બંધાણીના 2 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા.

હિંમતનગર શહેરમાંથી રૂ.3.5 લાખના માદક પદાર્થ મેફ્રેડ્રોન ડ્રગ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા બાદ તેમની કબૂલાત અનુસંધાને વધુ 07 શખ્સોની અટકાયત કરી એસ.ઓ.જી. એ ઉડતા હિંમતનગર બનાવવા પ્રયત્નશીલ પેડલર - ડ્રગ માફીયાના એક રેકેટનો એકંદરે સફાયો કરી નાખ્યો છે. હિંમતનગર શહેરના મોદી ગ્રાઉન્ડ, પાંચબત્તી નજીકનું કોમ્પ્લેક્સ, ઇડર સહિતના વિસ્તારો યુવાધનને રવાડે ચઢાવતા ન્યૂસન્સ પોઇન્ટ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.

બીડીવીઝન પીએસઆઇ અર્જુન જોષીએ વિગત આપતા જણાવ્યુ કે મોહમદ કાબીલ અબ્દુલ રઉફ ચોરીવાલા ઉ.વ.29, કૃણાલ રજનીકાંત પંચાલ ઉ.વ. 29, મહંમદ રફીક ઉર્ફે લાલો મહમદહનીફ કૂરેશી અને સોહીલ સિરાજ એહમદ મોડાસીયા ઉ.વ.27 ના 5 દિવસના અને નઝફ ઉર્ફે બીડી અમીર અબ્બાસ સૈયદ ઉ.વ.25, જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલુ બાપુ વિક્રમસિંહ પઢીયાર ઉ.વ. 28, શ્રીપાલસિંહ મુકેશસિંહ રાઠોડ ઉ.વ.27, સૌરભ દિનેશભાઇ સુથાર ઉ.વ. 22 અને અબ્રાર અબ્દુલહકીમ પાંચભૈયાના ઉ.વ. 24 ના બે દિવસના રિમાન્ડ મજૂર થયા છે.

અત્યાર સુધીમાં ડ્રગનું કેટલંુ વેચાણ કર્યું, ક્યારથી આ પ્રવૃત્તિ કરી રહ્યા હતા, બીજા કેટલા લોકોને નશાના બંધાણી બનાવ્યા હતા વગેરે વિગતો રિમાન્ડ દરમિયાન મેળવવા પ્રયાસ કરાશે. સા.કાં. એસ.પી. વિશાલકુમાર વાઘેલાએ જણાવ્યુ કે નશાનો ભોગ બનેલ યુવાનોના પરિવારો સાથે પણ ચર્ચા કરવામાં આવનાર છે તેમની નશાની આદત છોડાવવા અને જરૂર પડ્યે સારવાર માટે ઉચ્ચસ્તરેથી માર્ગદર્શન મેળવી કાયદાની જોગવાઇ અનુસાર પગલા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...