ખળભળાટ:સાબરકાંઠામાં કોરોનાના નવા 5 કેસ, 1 સપ્તાહમાં 13 નોંધાયા

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાઈન ફ્લૂ કે ઇન્ફ્લુએન્ઝાનો એકેય કેસ નોંધાયો નથી

સાબરકાંઠામાં એકાદ વર્ષથી કોરોના મામલે રાહત અનુભવાયા બાદ છેલ્લા 15 દિવસમાં જિલ્લામાં કોરોના પોઝિટિવના 13 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 9 એક્ટિવ છે તે પૈકી બુધવારે એક જ દિવસમાં પાંચ કેસ નોંધાતા કોરોનાએ ફરીથી ફૂંફાડો માર્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

બુધવારે એક જ દિવસમાં સાબરકાંઠા જિલ્લામાં એક સાથે પાંચ કેસનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક ઓફિસર ડો. પ્રવિણ ડામોરે વિગત આપતાં જણાવ્યું કે જિલ્લામાં એક માર્ચ થી 15 માર્ચ સુધીમાં કુલ 13 કેસ નોંધાયા છે તે પૈકી 9 કેસ એક્ટિવ છે. જેમાં તા. 15-03-23 ના રોજ હિંમતનગરમાં બે ઇડરમાં બે અને પ્રાંતિજમાં એક મળી કુલ પાંચ કેસ નોંધાયા તેમણે ઉમેર્યું કે જાન્યુઆરીમાં કેસ જોવા મળ્યા હતા પરંતુ ફેબ્રુઆરીમાં રાહત રહી હતી બે સપ્તાહથી વધી રહેલ કેસને પગલે સર્વેલન્સ કામગીરી વધારી દેવાઇ છે અને પ્રતિદિન 300 થી વધુ સેમ્પલનું આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે જિલ્લામાં સ્વાઈન ફ્લૂ કે H3N2-ઇન્ક્લુએન્ઝાના કેસ નોંધાયા નથી.

અન્ય સમાચારો પણ છે...