કોરોના સંક્રમણ:સાબરકાંઠામાં સતત બીજા દિવસે કોરોનાના 5 કેસ, અરવલ્લી જિલ્લામાં 2 સંક્રમિત

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર તાલુકામાં 3 ,ઇડરમાં 2, બાયડ-મોડાસામાં 1-1 કેસ
  • ઉ.ગુ.માં પાટણમાં સૌથી વધુ 19, બ.કાં.માં 4 અને મહેસાણામાં1 કેસ

સાબરકાંઠામાં શુક્રવારે સતત બીજા દિવસે કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા હતા. હિંમતનગર તાલુકામાં ત્રણ અને ઇડર તાલુકામાં બે કેસ નોંધાવા સહિત છેલ્લા 24 કલાક દરમિયાન 6 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા હતા. જેને પગલે એક્ટિવ કેસની સંખ્યા 14 થઈ હતી. અરવલ્લી જિલ્લામાં શુક્રવારે મોડાસાની કાર્તિકેય સોસાયટીમાં રહેતો 67 વર્ષીય પુરુષ અને બાયડના ડેમાઇમાં 60 વર્ષીય પુરુષ બીમારીમાં સપડાતાં બંનેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમના મેડિકલ ટેસ્ટ કરાવતા દર્દીઓને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થતાં આરોગ્ય વિભાગ દ્વારા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

એકેડેમિક ઓફિસર ડોક્ટર પ્રવીણ ડામોરે જણાવ્યું કે હિંમતનગરના પુનાસણમાં 27 વર્ષીય યુવાન, ચાંદરણીમાં 20 વર્ષીય યુવાન,રામપુરમાં 45 વર્ષીય પુરુષ અને ઈડરના દલજીત નગરમાં 60 વર્ષીય મહિલા તથા દેશોતરમાં 39 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 6 દર્દીઓને આરામ થઈ જતાં કોરોના પોઝિટિવ જાહેર કરાયા છે. હિંમતનગર તાલુકામાં 11 ઇડર તાલુકામાં બે અને વડાલી તાલુકામાં એક મળી કુલ 14 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...