મેઘતાંડવ:પોશીનામાં 24 કલાકમાં 4.5 ઇંચ, તલોદના ખારાના મુવાડામાં વીજળી પડતાં યુવકનું મોત

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક ગાયને વરસાદથી બચાવવા શેડ નીચે લાવી રહ્યો હતો

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાદળોની અવરજવર વચ્ચે પ્રતિદિન એકાદ-બે તાલુકામાં મેઘમહેર થઇ રહી છે પોશીનામાં સોમવારે મોડી સાંજે 8 થી 10 કલાક દરમિયાન અઢી ઇંચ એટલે કે 64 મીમી વરસાદ ખાબકી ગયો હતો અને મંગળવારે 6 થી 8 માં 47 મીમી સાથે 24 કલાકમાં 111 મીમી એટલ કે 4.5 ઇંચ પડ્યો હતો.

તલોદના ખારાના મુવાડામાં સાંજે 7:00 વાગ્યાની આસપાસ વરસાદ પડતાં ખારાના મુવાડાનો યુવાન ઝાલા તેજપાલસિંહ ઉદયસિંહ (21) વરસાદથી ગાયને બચાવવા છોડીને શેડ નીચે લાવતો હતો. તે દરમિયાન વીજળી પડતાં યુવાનને સારવાર અર્થે પ્રથમ રોઝડ આરોગ્ય કેન્દ્રમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે તલોદ લઈ જવાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક પોલીસના ક્લાસ કરતો હતો. યુવકના મોતથી ગામમાં શોક છવાયો હતો.

સાંજે 6 વાગ્યા સુધીનો 24 કલાકનો વરસાદ
તાલુકોવરસાદકુલટકાવારી
હિંમતનગર531737.92
ઇડર917518.06
વડાલી725829.79
ખેડબ્રહ્મા1418422.09
પોશીના111- -
વિજયનગર628934.65
તલોદ919424.62
પ્રાંતિજ712615.46
સરેરાશ15.12176426.13

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...