કોરોના વિસ્ફોટ:સાબરકાંઠામાં 3 માસના બાળક સહિત 45 કેસ; હિંમતનગરમાં 29, ખેડબ્રહ્મા અને તલોદમાં 5-5, ઇડર, વડાલી, પ્રાંતિજમાં 1-1 કેસ

હિંમતનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠામાં શનિવારે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ 3 મહિનાના બાળક સહિત 45 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 29 કેસ હિંમતનગર તાલુકામાં નોંધાયા હતા. જ્યારે ખેડબ્રહ્મા અને તલોદમાં 5-5 અને ઇડર, વડાલી, પ્રાંતિજમાં 1-1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. સામે 12 વ્યક્તિઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ કરતાં એક્ટિવ કેસની સંખ્યા 117 થઇ છે.

એપેડેમીક ઓફિસર ર્ડા. પ્રવિણ ડામોરે જણાવ્યું કે શનિવારે નોંધાયેલ 45 પોઝિટિવ કેસમાં 29 પુરૂષ અને 16 સ્ત્રીનો સમાવેશ થાય છે. જેમાંથી 31 જણાંએ વેક્સિનના બબ્બે ડોઝ, 06 વ્યક્તિઓએ ત્રણ-ત્રણ ડોઝ અને 8 વ્યક્તિઓએ વેક્સિન લીધી નથી. જેમાં હિંમતનગરની તુલસી શ્યામ સોસાયટી જલારામ મંદિર રોડ ખાતે 3 માસના બાળકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને બેબી કેરમાં સારવાર ચાલી રહી છે.

ઉપરાંત હિંમતનગર તાલુકાના દેરોલમાં 75 વર્ષીય વૃદ્ધા અને સૂર્યોદય બંગલોમાં 75 વૃદ્ધ પણ સંક્રમિત છે. હાલમાં શનિવારે નોંધાયેલ 45 પૈકી 44 વ્યક્તિઓ હોમઆઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે અને બધાની તબીયત સ્ટેબલ છે. નોંધનીય છે કે કેસની સંખ્યા દિનપ્રતિદિન મોટી સંખ્યામાં વધી રહી છે ત્યારે જિલ્લાજનોએ સતર્ક રહેવાની જરૂર છે.

તાલુકા મુજબ એક્ટિવ કેસ

તાલુકાશહેરીગ્રામ્યકુલ
હિંમતનગર67076
પ્રાંતિજ066
ઇડર167
તલોદ549
વડાલી314
ખેડબ્રહ્મા6814
પોશીના000
વિજયનગર011
કુલ2196117

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...