14માર્ચથી પરીક્ષા:સા.કાં.માં 44743 છાત્રો બોર્ડની પરીક્ષા આપશે

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠાના કુલ 36 પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ
  • જિલ્લાના બે ઝોનમાં 5 સંવેદનશીલ અને 1 અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ લેવાની સૂચના અપાયા બાદ સા.કાં. વહીવટી તંત્ર દ્વારા ભૌતિક સુવિધાઓથી માંડી પરીક્ષા સ્ટાફ પરીક્ષા સ્થળ વગેરેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ધોરણ 10 અને 12 ના કુલ 44,743 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેના અનુસંધાને ધોરણ 10 માટે હિંમતનગર ઝોનમાં 16 પરીક્ષા કેન્દ્ર અને ઈડરમાં 20 પરીક્ષા કેન્દ્રો તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે હિંમતનગરમાં 20 પરીક્ષા કેન્દ્ર અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે હિંમતનગરમાં ચાર પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે.

જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવીએ પરીક્ષા તૈયારીઓની રૂપરેખા આપતા જણાવ્યું કે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે જિલ્લાને બે ઝોનમાં વહેંચી દેવાયો છે જ્યારે ધોરણ 12 ની પરીક્ષા હિંમતનગર ઝોનમાં લેવાના છે ધોરણ 10 માટે હિંમતનગર ઝોનના 16 પરીક્ષા કેન્દ્રોના 40 બિલ્ડિંગમાં 11,784 વિદ્યાર્થી અને ઈડર ઝોનના 20 પરીક્ષા કેન્દ્રના 101 બિલ્ડીંગમાં 14,525 વિદ્યાર્થી મળી કુલ ધોરણ 10 ના 26,3009 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 1500021 વિદ્યાર્થીઓ માટે હિંમતનગર ઝોનના 20 પરીક્ષા કેન્દ્રના 147 બિલ્ડીંગ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3413 વિદ્યાર્થી માટે ચાર પરીક્ષા કેન્દ્રના 18 બિલ્ડિંગમાં વ્યવસ્થા કરાઈ છે ધોરણ 10 ના કુલ 871 વર્ગખંડ અને ધોરણ 12 ના કુલ 699 વર્ગખંડમાં સીસીટીવી કેમેરા સહિતની સુવિધાથી સજ્જ કરાયા છે દરેક બિલ્ડિંગમાં એક કેન્દ્ર સંવાહક ઉપરવાઈઝર ખંડ સુપરવાઇઝર એક સેવક એક લાખ પરજ બજાવશે જ્યારે સરકારી પ્રતિનિધિ જોલનો સ્ટાફ પરીક્ષા કામગીરીનું સંચાલન અને ઓબ્ઝર્વેશન સહિતની કામગીરી સંભાળશે.

જિલ્લામાં 5 સંવેદનશીલ અને હિંમતનગર તાલુકાનું જાંબુડી પરીક્ષા કેન્દ્ર અતિ સંવેદનશીલ કેટેગરીમાં મૂકાયું હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર તા.14 થી 29 માર્ચ દરમ્યાન ધોરણ 10 અને 12 ની પરીક્ષા બે સેશનમાં લેવાનાર છે ત્યારે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ 144 અમલી બનાવાઈ છે.

બોર્ડ પરીક્ષાની તૈયારીની ઝલક

ધો-10
ઝોનકેન્દ્રબિલ્ડીંગબ્લોકવિદ્યાર્થી
હિંમતનગર1640437 11784
ઈડર2041441 14525
ધો-12
ફેકલ્ટીકેન્દ્રબિલ્ડીંગબ્લોકવિદ્યાર્થી
સા.પ્ર.20475081521
વિ.પ્ર.4181913413
અન્ય સમાચારો પણ છે...