33 ઉમેદવાર મેદાનમાં:સા.કાં.માં 44 ફોર્મ રદ, 33 માન્ય અરવલ્લીમાં 8 ફોર્મ રદ, 64 માન્ય

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડા અને બાયડમાં 3-3 અને મોડાસામાં 2 ફોર્મ રદ
  • હિંમતનગર બેઠક પર 14, ઇડર 12, ખેડબ્રહ્મા 10 અને પ્રાંતિજ બેઠક પર 8 ફોર્મ રદ

વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા હવે બીજા પડાવમાં પહોંચી ગઈ છે. શુક્રવારે ફોર્મ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ ભરેલ વધારાના ફોર્મ અને ડમી ઉમેદવારના ફોર્મ રદ કરાયા બાદ બાદ સાબરકાંઠાની ચાર વિધાનસભા બેઠકો પર કુલ 44 ફોર્મ રદ થયા છે અને 33 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.

સૌથી વધુ ઉમેદવાર હિંમતનગરમાં છે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ચિન્હો પણ ઓફર કરાયા છે.અરવલ્લી જિલ્લામાં શુક્રવારે ચૂંટણી વિભાગ દ્વારા ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરતાં ભિલોડા, બાયડ અને મોડાસા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ભાજપના ડમી ઉમેદવારો એટલે કે વૈકલ્પિક ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મમાં દર્શાવેલ બાયડ બેઠક પર 3, ભિલોડા બેઠક પર 3 અને મોડાસા બેઠક પર 2 ઉમેદવારી ફોર્મ અમાન્ય થતાં કુલ 8 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. પરિણામે જિલ્લામાં રાજકીય પક્ષોના 64 ઉમેદવારી ફોર્મ માન્ય થયા હોવાનું જાણવા મળ્યું હતું.

ગુરુવારે ઉમેદવારી પત્રો ભરાયા બાદ શુક્રવારે ઉમેદવારી પત્ર ચકાસણી હાથ ધરાઈ હતી જેમાં હિંમતનગર બેઠક પર 14 ઇડર બેઠક પર 12 ખેડબ્રહ્મા બેઠક પર 10 પ્રાંતિજ બેઠક પર 08 ઉમેદવારી પત્ર રદ કરાયા હતા. ચૂંટણી વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર રદ થયેલ ઉમેદવારી પત્રો માં ઉમેદવારોએ ભરેલ વધારાના ઉમેદવારી પત્ર અને મેન્ડેટ રજૂ ન કરી શકનાર ડમી ઉમેદવારના ઉમેદવારી પત્રો રદ કરાયા હતા.

જેને પગલે હવે 32 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં સૌથી વધુ હિંમતનગરમાં 11 ઉમેદવારો છે જેમાં પાંચ અપક્ષ ઉમેદવાર છે. જ્યારે ઇડર બેઠક પર સૌથી ઓછા પાંચ ઉમેદવાર છે જેમાં એક અપક્ષ ઉમેદવાર છે. ભિલોડામાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારનું નામ ફોર્મમાં વૈકલ્પિક ઉમેદવાર તરીકે દર્શાવાયું હતું.

ચૂંટણી વિભાગે ચૂંટણી ચિહ્ન ઓફર કર્યા.......
સા.કાં.ા ચૂંટણી વિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષ ના હોય તેના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોને પ્રેશર કુકર, ઓટો રિક્ષા, ઝાડુ, ટીવી, રિમોટ, ગેસ સ્ટવ, કોમ્પ્યુટર, પેટ્રોલપંપ, હેલિકોપ્ટર, કેમેરા, શેરડી, ખેડૂત, બેટરી ટોર્ચ, હાથઘંટી, સફરજન, હાર્મોનિયમ, ટ્રક, તિજોરી, ટપાલ પેટી જેવા ચિહ્ન ઓફર કરાયા છે. નોંધનીય છે કે બે ત્રણ અપક્ષ ઉમેદવારને ઝાડુનું ચિહ્ન પણ ઓફર કરાયું છે જે રસપ્રદ બની રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...