હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં આજે શ્રી મહાકાળી કુંડ મંદિરના 41માં અનમોલ પાટોત્સવ નિમિતે માતાજીની શોભાયાત્રા મંદિરેથી પ્રારંભ થયો હતો અને વિસ્તારમાં પ્રદક્ષિણા કરીને પરત નિઝ મંદિરે પૂર્ણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં શ્રી મહાકાળી કુંડ મંદિરનો ફાગણ વદ દશમને 17 માર્ચને શુક્રવારના રોજ 41મો અનમોલ પાટોત્સવ નિમિતે મંદિરેથી માતાજીની બગીમાં શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જે અલકાપુરી સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે બે કલાક ફર્યા બાદ નિજ મંદિરે યાત્રા પહોંચી પૂર્ણ થઇ હતી. આ શોભાયાત્રામાં વિસ્તારના રહીશો, ભક્તો, યુવાન, યુવતીઓ અને મહિલાઓ મોટી સખ્યામાં જોડાઈ હતી.
મંદિરના પટ્ટાગણમાં 41માં પાટોત્સવને સવારે મહા નવચંડી હવન યજમાનોની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કર્યો હતો. તો સાંજે ચાર વાગે શ્રીફળ હોમ સાથે પુર્ણાહુતી થશે. મંદિરમાં માતાજીને સાંજે 5 વાગ્યે નિવેધ ધરાવવામાં આવ્યા બાદ માતાજીને મહાઆરતી કરવામાં આવશે. સાંજે 6 વાગ્યા બાદ મહાપ્રસાદનું વિતરણ શરુ થશે.
41માં અનમોલ પાટોત્સવને લઈને શ્રી મહાકાળી કુંડ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું સાથે માતાજીના ગર્ભગૃહને શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીને ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. મંદિરમાં ગુરુવારે રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તો સહીત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભજન સાથે માતાજીની આરધના ભક્તોએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.