તસ્કરી:હિંમતનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી 4 લેપટોપ, 1 ટેબલેટ અને પ્રોજેક્ટરની ચોરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે સ્કૂલ શરૂ થતાં ચોરી થયાની જાણ થઇ, ચોરો CCTVમાં કેદ

હિંમતનગર શહેરની વિજાપુર રોડ પર આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં બુધ-ગુરુવારની રાત્રિ દરમિયાન 4 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને 4 લેપટોપ, 1 ટેબલેટ તથા પ્રોજેક્ટરની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

હિંમતનગર વિજાપુર રોડ પર સવગઢ પાટિયા નજીક આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં બુધ ગુરુવારની રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને સ્કૂલની ઓફિસની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ્યા હતા. સવારે સ્કૂલ શરૂ થતાં ચોરી થયાની જાણ થતાં તપાસ કરતાં 4 લેપટોપ એક ટેબલેટ અને પ્રોજેક્ટર લઈ ગયા હોવાની ખબર પડતાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં 4 જેટલા શખ્સો ચોરી માટે આવ્યા હોવાનું તે પૈકી બે શખ્સો બહાર ઉભા રહ્યા હોવાનું જોવા મળ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસને જાણ કરતાં ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...