રાજ્ય સરકારે કોરોના મૃત્યુ સહાય યોજના કાર્યાન્વિત કરતા તલોદ તાલુકામાં બોગસ દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરવા મામલે 6 શખ્સો વિરુદ્ધ તલોદ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચારને ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પ્રવીણ શર્મા નું નામ ખૂલતા તેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી .
તલોદ તાલુકામાં કોરોના કાળમાં અન્ય કારણોથી મોત નીપજવા છતાં કોરોના સહાય મેળવવા મેડિકલ ઓફિસરોના ખોટી સહી સિક્કા વાળા પ્રમાણપત્રો સાથે અરજીઓ કરી રૂપિયા 50 હજારની સહાય મેળવવા પ્રયાસ થયાનું બહાર આવતા 6 શખ્સો વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ડિઝાસ્ટર નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવ્યા બાદ તલોદ પોલીસે નાણા ગામના હંસરાજસિંહ વિક્રમસિંહ ઝાલા, નવાવાસના મહેન્દ્રસિંહ અનુસિંહ ઝાલા, નાની સિહોલીના રાજેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા અને નવાવાસના નંદાજી ભલાજી સોલંકી ને ઝડપી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં કેન્સર આપઘાત સહિતના અલગ કારણોથી મોત નિપજવા છતાં કોરોનાથી મોત થયાનું ખપાવી પ્રવિણ શર્મા નામના દલાલે કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.