હિંમતનગરમાં LCB ટીમનું પેટ્રોલીંગ:ચોરી-અપહરણ-પ્રોહિબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં વિજયનગર પોલીસ સ્ટેશન અને બનાસકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને LCB એ ઝડપી લઈને પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો.

રાયોટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે હિમતનગરમાં રાયોટીંગના ગુન્હામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે હિમતનગરના હસનનગર ખાતેના આવાસમાંથી ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે. આ અંગે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એસ.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, પીએસઆઈ એલ.પી.રાણા અને સ્ટાફના ઇન્દ્રજીતસિંહ, રજુસિંહ, ધર્મેન્દ્રસિંહ, મીતરાજસિંહ, હરપાલસિંહ પોલીસ પેટ્રોલીગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગરના હસનનગર આવાસમાં રહેતા તોહીદશા ઉર્ફે તોફીક બાબુલશા દિવાન જે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોધાયેલા રાયોટીંગના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો હતો. જેને ઝડપી લઈને બી ડિવિઝન પોલીસને સોપવામાં આવ્યો હતો.

અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો
LCB સુત્રોમાંથી ઇન્ચાર્જ PI એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, ફર્લો સ્કોર્ડ PSI ટી.જે.દેસાઈ સ્ટાફના રજુસિંહ, ઇન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, સલીમભાઈ, ગોપાલભાઇ, વીરેન્દ્રકુમાર અને ઇન્દ્રજીતસિંહ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. બાતમીના આધારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં પકડવાનો બાકી આરોપી ઇડરમાં સ્વામીનારાયણ મંદિર પાસેના પાંચ હાટડીયા વિસ્તારનો રહેવાસી હર્ષસિંહ લક્ષ્મણસિંહ મોયલને હિંમતનગરના ધાણધા રેલ્વે ફાટક નજીકથી ઝડપી લઇને બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો તસ્કર પકડાયો​​​​​​​
LCB ઇન્ચાર્જ PI એસ. જે. ચાવડાની આ ટીમે હિંમતનગર ટાઉનમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી પકડવાનો બાકી આરોપી હિંમતનગરના ગીરધરનગરમાં આવાસના મકાનમાં રહેતો રાકેશ ઉર્ફે ધનીયો રાજુ પટણીને હિંમતનગરના પોલોગ્રાઉન્ડના સલાટવાસમાં તેના બહેનના ઘરેથી ઝડપી લીધો હતો. આ આરોપીને બી-ડિવિઝન પોલીસને સોપવામાં આવ્યો હતો.

ત્રણ ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝબ્બે​​​​​​​
LCBએ તેની ટીમ સાથે બાતમીના આધારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપી રાજસ્થાનના ખેરવાડા જિલ્લાના ઝાંઝરીનો રૂપેશ હિરાલાલ કલાલને હિંમતનગરના જવાનપુર ગાંભોઇ નજીકથી ઝડપી લઈને ગાંભોઈ પોલીસને સોંપ્યો હતો.

પ્રોહીબીશનના ગુનાનો આરોપી એક વર્ષે પકડાયો​​​​​​​
LCB સુત્રોમાંથી ઇન્ચાર્જ PI ચાવડાએ જણાવ્યું હતું કે, સ્ટાફના વિક્રમસિંહ, સનત, પ્રકાશ, વિજય, અમૃત, અનિરુદ્ધસિંહ અને પ્રહર્ષકુમારે વિજયનગર પોલીસ સ્ટેશનમાંથી પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના સેમારી તાલુકાના સેમારી મહોલ્લામાં રહેતાં માંઘીલાલ જગારામ ચૌધરીને તેના ઘરે હોવાની બાતમીના આધારે તેના ઘરે LCB પહોંચી તેને ઝડપી લઈને વિજયનગર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...