લોકશાહીનો મહાપર્વ:સાબરકાંઠામાં ૩૫૧ દિવ્યાંગ-વયોવૃધ્ધોએ મતદાન કર્યું; ખેડબ્રહ્મામાં તા. 29, 30ના રોજ મતદારો ઘરે બેઠા મતદાન કરશે

સાબરકાંઠા (હિંમતનગર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-2022 તા. 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે આ લોકશાહીના પર્વમાં જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે તૈયારી પૂર્ણ કરાઇ છે. જિલ્લામાં કુલ 379 મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઇચ્છા દર્શાવી હતી. તે પૈકી ગુરુવારના રોજ 3 વિધાનસભાના 369 દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારો કરવાના હતા જે પૈકી 351 મતદાન કર્યું હતું.

લોકશાહીનો મહાપર્વ
ભારતના ચૂંટણી પંચ દ્વારા આ વખતની ચૂંટણીમાં નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત મતદાન મથક સુધી ના જઇ શકતા અશક્ત અને દિવ્યાંગજન માટે બી.એલ.ઓ.ના માધ્યમથી ફોર્મ 12-ડી ભરવામાં આવ્યા હતા. જેથી આ લોકોના ઘરે જઈ વહીવટી તંત્ર મતદાન કુટીર ઉભી કરી તેમને લોકશાહીના આ મહાપર્વના ભાગીદાર બનાવી શકશે.

ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે 29, 30 નવેમ્બરે મતદાન
આ લોકશાહીના અવસર પર જિલ્લાના 379 દિવ્યાંગજન અને વયોવૃધ્ધ મતદારો ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની ઇચ્છા દર્શાવી હતી. જેમાં 27-હિંમતનગર વિધાનસભામાં 65 મતદારો નોંધાયા હતા. 3 ટીમો દ્વારા 22 ગામોમાં ફરીને પ્રથમ દિવસે 60 મતદારોને ઘરે બેઠા મતદાન કરાવ્યું હતું. જ્યારે 33-પ્રાંતિજ વિધાનસભામાં 159 મતદારોના મતદાન માટે 9 ટીમો દ્વારા 48 ગામોમાં ફરી 150 મતદારોને મતદાન કરાવ્યું. 28- ઇડર વિધાનસભામાં 143 મતદારો નોંધાયા હતા. જેમાં 15 ટીમો દ્વારા 54 ગામોમાં ફરી 141 મતદારોને મતદાન કરાવ્યું હતું. 9-ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે 12 દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારો નોંધાયા છે. જેઓ તા. 29 અને 30 નવેમ્બર 2022ના રોજ મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...