સોની સમાજનો આનંદ મેળો:હિંમતનગર ખાતે યોજાયેલા મેળામાં સમાજના 350 પરિવારો જોડાયા, અલગ-અલગ સ્ટોલ ઊભા કરાયા, વિવધ રમતોનું આયોજન

સાબરકાંઠા (હિંમતનગર)25 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રોનક પાર્ટી પ્લોટમાં હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળ તેમજ વાધેશ્વરી મહિલા મંડળ દ્વારા આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 350 પરિવારોએ ભાગ લીધો હતો. ભાઈઓ અને બહેનોએ અલગ અલગ સ્ટોલ ઉભા કર્યા હતા.

આ અંગે હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રકુમાર જેઠાલાલ સોનીએ જણાવ્યું હતું કે, આ આનંદ મેળામાં હિંમતનગર સ્થિત 350 પરિવારો ભાગ લીધો હતો. જેમાં આનંદમેળામાં સમાજની બહેનો દ્વારા ખાણીપીણીના આઠ સ્ટોલ, ભાઈઓ દ્વારા ચાર બિઝનેસ સ્ટોલ તેમજ ગેમ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સાથે સાથે જુના જમાનાની યાદોં તાજી થાય એવી કોથળા દૌડ, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી જેવી 15 રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકોએ ભાગ લીધો હતો અને પ્રથમ, બીજો અને ત્રીજા નંબરે આવનારાને ઇનામ આપવામાં આવ્યા હતા. ગત વર્ષે સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા 100થી વધુને ઈનામ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભૂતપૂર્વ પ્રમુખ હરેશ સોની અને ટીમ, વાધેશ્વરી મહિલા મંડળના પ્રમુખ સુલક્ષણાબેન સોની અને ટીમ, અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળના હિંમતનગરના પ્રતિનિધિ કનુ સોની, સાબરકાંઠા કેળવણી મંડળના ઉપપ્રમુખ બાલકૃષ્ણ સોની તથા સમાજના સર્વે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. ધર્મેન્દ્રકુમારે સમાજના યુવાન ભાઈઓ, બહેનો અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ નવતર આનંદમેળાનું આયોજન પ્રથમ વાર સુંદર અને સફળ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...