મોડાસાના વાટડા દાવલીમાં રાત્રે ચોરોએ બે મકાનના પાછળના દરવાજાના તાળા અને નકૂચા તોડી મકાનમાં ઘૂસી ઘરમાં તિજોરી અને કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.349800 ની મત્તાની ચોરીને અંજામ આપી ચોરો પલાયન થઈ ગયા હતા જોકે ચોરોએ નજીકના વધુ એક મકાનમાં ઘૂસી તિજોરી તોડી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રફેદફે કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
વાટડામાં રાત્રે હરિસિંહ દુલેસિંહ રહેવરના મકાનની પાછળથી ઘૂસી ઘરમાં તિજોરી કબાટ માં મુકેલા સોનાના મંગલસૂત્ર નંગ-2 રૂ. 315000 હજારની કિંમતના દાગીના તથા તિજોરીમાં પાકીટમાં મૂકેલા રૂપિયા 24800 ની રોકડની ચોરીને અંજામ આપ્યો હતો જ્યારે નજીકમાં આવેલા જયદીપસિંહ રણજીત સિંહ રાઠોડના મકાનમાં રૂ. 10,000 ની રોકડ ની ચોરીને અંજામ આપી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 349800 ની મત્તાની ચોરીને અંજામ આપ્યા બાદ જયપાલસિંહ અર્જુનસિંહ રહેવર ના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તિજોરી અને કબાટમાં રહેલી ચીજવસ્તુઓ રફેદફે કરી ને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના મકાનમાંથી કંઇ હાથ લાગ્યું હતું આ અંગે પ્રદિપસિંહ પ્રવિણસિંહ રહેવરે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.