સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ આવે અને લોકો ટ્રાફિક નિયમોનું સ્વયં પાલન કરી સુરક્ષિત રહે તે હેતુથી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી રહી છે.
જેના પરિણામ સ્વરૂપ તા. ૧૧થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન જિલ્લામાં ૩૩મા માર્ગ સલામતી સપ્તાહ ઉત્સાહભેર ઉજવાશે. આ સપ્તાહ દરમિયાન આર.ટી.ઓ ઓફિસના અધિકારીઓ દ્વારા જુદી-જુદી શાળા કોલેજોમાં જઈને બાળકોમાં માર્ગ સલામતી અંગે નિયમ પાલન સાથે માર્ગદર્શન આપવામાં આવશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી હિંમતનગર દ્વારા લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્ર્મો યોજવામાં આવશે. દુનિયામાં અનેક લોકોને રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ વાહન ચાલકની નજીવી બેદરકારી કારણભૂત હોય છે. જેના કારણે અસંખ્ય પરીવારો પાયમાલ થઈ જાય છે. આ અકસ્માતોના નિવારણ તેમજ લોકોના અમૂલ્ય જીવન નુ રક્ષણ થાય તે માટે સરકાર હંમેશા કટીબધ્ધ અને વિચારશીલ છે. આ સપ્તાહ દરમિયાન એસ.ટી નિગમના ડ્રાઇવરોને ખાસ માર્ગ સલામતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવશે. ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમોના ચુસ્ત પાલન માટે શપથ લેવડાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.