ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટ સેવા વર્ગ 1, ગુજરાત મૂળકી સેવા વર્ગ 1 અને વર્ગ 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પરીક્ષાનું આયોજન કરાયું છે. ત્યારે સાબરકાંઠાના ચાર તાલુકા મથકે 37 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ છે. જેમાં 9565 પરિક્ષાર્થીઓમાંથી 3054 પરિક્ષાર્થીઓ રહ્યા હાજર અને 6509 પરિક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.
આ અંગે સાબરકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી મિતાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને તલોદ તાલુકા મથકે 37 કેન્દ્રો પર 399 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તો પરીક્ષામાં 900થી વધુ કર્મચારીઓ, અધિકારીઓ અને પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલો ફરજ બજાવી રહ્યા છે. તો 37 કેન્દ્રો પર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિતના પીએસઆઈ અધિકારીઓ બંદોબસ્ત કરી રહ્યા છે. દિવસ દરમિયાન ત્રણ ત્રણ કલાકના બે પેપર લેવાશે, જેમાં પરિક્ષાર્થીઓને 10 વાગ્યા પહેલા પ્રવેશ આપી દેવાયો છે. ત્યારબાદ પ્રથમ પેપર શરૂ થઈ ગયું છે. 37 કેન્દ્રો પર 399 બ્લોકમાં 9565 પરિક્ષાર્થીઓમાંથી 3054 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેસ્યા છે. આમ 31 ટકા પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા અને 69 ટકા પરિક્ષાર્થીઓ ગેર હાજર રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.