આવતીકાલે વડાપ્રધાન સાબરકાંઠામાં:305 કરોડના ખર્ચે નિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ, 125 કરોડના ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ; 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

સાબરકાંઠા (હિંમતનગર)12 દિવસ પહેલા
  • નરેન્દ્રમોદીએ આપેલ વિચાર આજે વટવૃક્ષ બન્યો
  • સાબરડેરી વર્ષ 1964-65માં માત્ર 19 દૂધમંડળીથી શરૂ થયેલી
  • મહિલા પશુપાલકોનો ડેરીના વિકાસમાં સિંહ ફાળો

દેશનાપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેને પગલે પૂર્વ તૈયારીઓ હાથ ધરાઇ છે. સાબરડેરી ખાતે 28 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. 305 કરોડનાખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે જયારે રૂ. 125 કરોડનાખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચયુલ લોકાપર્ણ કરશે. આ ઉપરાંત રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની સાથેસાથે પ્રધાનમંત્રી જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે.

નરેન્દ્રમોદીએ આપેલ વિચાર આજે વટવૃક્ષ બન્યો
સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સાબરડેરીને દીર્ઘદ્રષ્ટીપૂર્ણ માર્ગદર્શન સમયાંતરે મળતું રહ્યું છે. તેમણે આપેલા વિચાર બીજ ક્રમશ: વટવૃક્ષબનતા જાય છે. તેના ફળ આજે સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને આસપાસના લોકો મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. વર્ષ 1964-65માં માત્ર 19 દૂધમંડળીથી શરૂ થયેલી ડેરી આજે 1798 કાર્યરત દૂધ મંડળી ધરાવે છે. એ જ રીતે માત્ર 29 સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે 3,84,986 સભાસદોનું સુદ્રઢ પીઠબળ ધરાવે છે.સ્થાપના સમયે એટલે કે વર્ષ 1964-65માં માત્ર0.05 લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ 33.27 લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે,પ્રતિદિન 40 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ગુજરાતમાં અને 6 લાખ લિટરની ક્ષમતા હરિયાણાના રોહતક ખાતે ધરાવે છે. આજ રીતે વર્ષ1974-75માં 1.135 મે.ટન સાબરદાણનું વેચાણ ચાલુ કરી અને આજે 393.34 મે.ટન સુધી પહોંચ્યું છે. સાબરડેરી દ્વારા વર્ષ 1964-65માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ. 1.10 અપાતા હતા અને આજે રૂ.860 અપાય છે.

મહિલા પશુપાલકોનો ડેરીના વિકાસમાં સિંહ ફાળો
સાબરડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ ધારા વહેતી બંધ થવા દીધી નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે રીટેન્શન મની પણ આપવામાં આવે છે. જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. સાબરડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો ડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. સાબરકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાન ધરાવતી હોય. પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણે આજે સાબરડેરીએ જગતભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. સાબરડેરીની મહિલા પશુપાલકોએ સાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાયદ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારને આત્મસન્માનપૂર્વક આગળ ધપાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...