વિદ્યાર્થિનીઓ માટે તાલીમ કેમ્પ યોજાયો:હિંમતનગરના ગ્રોમોર કેમ્પસમાં 300 વિધાર્થિનીઓ 15 દિવસ મહિલા સ્વરક્ષાની તાલીમ લેશે; સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજન

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં પોલીસ સ્ટેશન પ્રમાણે આજના યુગમાં દીકરીઓની સ્વરક્ષા માટે મહિલા સ્વરક્ષા તાલીમ કેમ્પનું આયોજન સરક્ષા સેતુ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે હિંમતનગરના ગ્રોમોર કેમ્પસમાં 15 દિવસના તાલીમ કેમ્પમાં 300થી વધુ વિધાર્થિનીઓ સ્વરક્ષા તાલીમ આપવામાં આવશે.

આ અગેની વિગત એવી છે કે, હિંમતનગરના બેરણા પાસે આવેલા ગ્રોમોર કેમ્પસમાં ગાંભોઈ પોલીસ સ્ટેશન અને સાબરકાંઠા સુરક્ષાસેતુ સોસાયટીના દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ ગાંભોઈ પીએસઆઈ જે.એમ.રબારી, મહિલા સ્વરક્ષણ તાલીમ કન્વીનર જુજારસિંહ કે વાઘેલા, ગ્રોમોર કેમ્પસ ડાયરેક્ટર પી.ડી.સુથારની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. જેમાં દીકરીઓને મહિલા સ્વરક્ષણ અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ અંગે કન્વીનર જુજારસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરમાં દીકરીઓ સ્વરક્ષણ કેવી રીતે કરી શકે તે તમામ તાલીમ 15 દિવસ સુધી દીકરીઓને આપવામાં આવશે. જેમાં છેડતી, અપહરણ અને બળાત્કારની ઘટનાઓ બને છે. તેવી પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ જાતે કેવી રીતે કરી શકે તેના માટે અલગ અલગ ટેકનીક, ટીપસ, ગુડ ટચ, બેડ ટચ, ગુડ મેનર્સ, અને ગુડ હેબિટ્સ એન્ડ બેડ હેબિટ્સની દરરોજ એક કલાકથી વધુ સમયમાં 300થી વધુ વિધાર્થિનીઓને તાલીમ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...