ખળભળાટ:સા.કાં.માં વધુ 30 પોઝિટિવ, જિલ્લામાં 10 દિવસમાં ત્રણ વાર 30 થી વધુ કેસ નોંધાયા

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 ડિસ્ચાર્જ, હિંમતનગરમાં 19, ઇડરમાં 5, તલોદમાં 4 અને ખેડબ્રહ્મામાં 2 કેસ

સાબરકાંઠામાં છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત શનિવારે જિલ્લામાં એક સાથે વધુ નવા 30 વ્યક્તિઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ મચી ગયો છે. 9 વ્યક્તિઓને કોરોના મુક્ત જાહેર કરાતાં એક્ટિવ કેસની સંખ્યા હવે 97 પહોંચી છે. ચોથા વેવમાં 59 દિવસમાં કુલ 266 કેસ નોંધાઇ ચૂક્યા છે.

એપેડેમીક ઓફિસર ર્ડા. પ્રવિણ ડામોરે જણાવ્યું કે શનિવારે નોંધાયેલ 30 પોઝિટિવ કેસમાંથી હિંમતનગરના ગામડીના 60 વર્ષીય પુરૂષને હિંમતનગર જીએમઇઆરએસમાં દાખલ કરાયો છે. તેમણે વેક્સિનના બે ડોઝ લીધા છે. હાલમાં તબીયત સ્ટેબલ છે જ્યારે ખેડબ્રહ્માના બસ સ્ટેન્ડ વિસ્તારના 11 વર્ષીય બાળકે વેક્સિન લીધી નથી. જીએમઇઆરએસ ક્વાટર્સમાં નોંધાયેલ 26 વર્ષીય પુરૂષે અને તલોદના આશ્રય રેસીડન્સીના 41 વર્ષીય પુરૂષે વેક્સિનના ત્રણ-ત્રણ ડોઝ લીધા છે આ ઉપરાંત બાકીના સંક્રમિતોએ વેક્સિનના બબ્બે ડોઝ લીધા છે અને હોમઆઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

નવા 30 કેસ પૈકી સૌથી વધુ કેસ 19 હિંમતનગર તાલુકાના છે જ્યારે ઇડરમાં 05, તલોદમાં 04 અને ખેડબ્રહ્મામાં 02 કેસ છે તેમાં 20 પુરૂષ અને 10 મહિલાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જિલ્લામાં હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 66 એક્ટિવ કેસની સંખ્યા 66 થઇ છે જેમાં 58 ગ્રામ્ય વિસ્તારના છે અને માત્ર 08 શહેરી વિસ્તારના છે.

અન્ય સમાચારો પણ છે...