રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ:સાબરકાંઠામાં સરકારી મિલકત પરથી 2582 હોર્ડિગ્સ-બેનરો દૂર કરાયા; જ્યારે ખાનગી મિલકત પરથી 1181 હોર્ડિગ્સ-બેનર્સ દૂર કરાયા

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ થતા જ રાજકીય પક્ષો તેમજ યોજનાકીય જાણકારી આપતી જાહેરખબરોને લગતા પોસ્ટર, હોર્ડિગ્સ બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ 2582 હોર્ડિગ્સ બેનર્સ દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ખાનગી મિલકત પરથી 1181 હોર્ડિગ્સ બેનર્સ દૂર કરવામાં આવ્યા છે.

તમામ સરકારી મિલકત પર બેનરો અને અન્ય લખાણ દુર કરાયું
હિંમતનગર તાલુકામાં સરકારી મિલકત પર 631 અને ખાનગી મિલકત પર 440 વોલ પેઈન્ટીગ, પોસ્ટર, બેનર અને અન્ય લખાણ દૂર કરાયું છે. ઇડર તાલુકામાં સરકારી મિલકત પર 732 અને ખાનગી મિલકત પર 241 વોલ પેઈન્ટીગ, પોસ્ટર, બેનર અને અન્ય દૂર કરાયા છે. ખેડબ્રહ્મા તાલુકામાં સરકારી મિલકત પર 571 અને ખાનગી મિલકત પર 277 વોલ પેઈન્ટીગ, પોસ્ટર, બેનર અને અન્ય લખાણ દૂર કરાયા છે. પ્રાંતિજ તાલુકામાં સરકારી મિલકત પર 648 અને ખાનગી મિલકત પર 223 વોલ પેઈન્ટીગ, પોસ્ટર, બેનર અને અન્ય લખાણ દૂર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...