પરિવારજમો હેમખેમ:અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન જ ન થતાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં સાબરકાંઠા-અરવલ્લીના 25 યાત્રાળુનો બચાવ થયો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાવેલ્સ દ્વારા પ્રતિવર્ષ 7-8 જુલાઈએ દર્શન કરાવાય છે, પરિવારનો હેમખેમનો વીડિયો મોકલ્યો

ગત 8 જુલાઈએ અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાની દુર્ઘટના બનતા સાબરકાંઠા જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલ યાત્રાળુઓના પરીજનોમાં ભારે ઉચાટ પેદા થયો હતો પરંતુ 4 તારીખે જમ્મુ પહોંચ્યા બાદ રજીસ્ટ્રેશન ન થતા આગળ જવા ન દેવાતા સાબરકાંઠાના 21 અને અરવલ્લીના 04 સહિત કુલ 36 યાત્રાળુનો બચાવ થયો હતો.

ચાલુ વર્ષે અમરનાથ યાત્રા દરમ્યાન 8 જુલાઈએ વાદળ ફાટતા સર્જાયેલ કરુણાંતીકાને પગલે અમરનાથ યાત્રાએ ગયેલ શ્રદ્ધાળુઓના પરિવારજનોમાં ભારે ચિંતા અને ઊંચા પ્રવર્તી રહ્યો હતો સાબરકાંઠા જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ ગયા હતા. આવડી મોટી દુર્ઘટના સર્જાયા બાદ પણ જિલ્લા વહીવટી તંત્રને કેટલા યાત્રાળુઓ ગયા છે તેની જાણસુધા ન હતી.

હિંમતનગરની શક્તિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક શૈલેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડે જણાવ્યું કે હું દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરું છું અને સાત-આઠ જુલાઈએ યાત્રાળુઓને દર્શન કરાવી દઉં છું. અમે 1 જુલાઈએ હિંમતનગર થી નીકળ્યા હતા અને 4 તારીખે જમ્મુ પહોંચી ગયા હતા. 20 યાત્રાળુનું 6-7 જુલાઈનું હતું બાકીના 17 યાત્રાળુ માટે રજીસ્ટ્રેશનમાં તારીખો મળી ન હતી અને 9 અને 10 જુલાઈની તારીખો મળતા તમામ યાત્રાળુઓએ સાથે જ જવાનો નિર્ણય કરતા અમે કટરા ખાતે રોકાયા હતા ત્યારબાદ વૈષ્ણોદેવીના દર્શને નીકળ્યા હતા.

હાલ ઉધમપુર ખાતે સુરક્ષા હેતુએ રોકાણ કરાયું
8 જુલાઈએ વાદળ ફાટવાની દુર્ઘટના બનતા બાકીના યાત્રાળુનું રજીસ્ટ્રેશન ન મળતા ભોલેબાબા અને માતાજીની કૃપાથી તમામનો બચાવ થયો હતો. અન્યથા એ સમયે અમે પણ ત્યાં જ હોત. અત્યારે અમે શ્રીનગરથી અમરનાથ યાત્રાએ જવા નીકળ્યા છીએ પરંતુ હાલમાં ઈદના તહેવારને કારણે સુરક્ષા હેતુ ઉધમપુર ખાતે રોકવામાં આવ્યા છે મારી સાથે હિંમતનગરના 19 સહિત સાબરકાંઠા જિલ્લાના 21 તથા બોરસદના 07 અરવલ્લીના 04 અને રાજસ્થાનના 02 યાત્રાળુઓ છે અને તમામ હેમખેમ છે અને તમામ યાત્રાળુ પરિવારજનોના સંપર્કમાં પણ છે. હેમખેમનો વીડિયો પણ મોકલી આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...