હિંમતનગર શહેરમાં બુધવારે સવારે એકાએક વીજળી ડૂલ થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કચેરીઓમાં વિવિધ કામ અર્થે આવેલ અરજદારો રઝળી પડ્યા હતા તો શહેરીજનો ઉકળાટ અને ગરમીમાં શેકાવા મજબૂર બન્યા હતા અને બે કલાક સુધી ભારે હાલાકીનો અનુભવ કર્યો હતો.
હિંમતનગરમાં તાજેતરમાં યુજીવીસીએલ દ્વારા પ્રીમોનસૂન કામગીરી અંતર્ગત મેન્ટેનન્સ કરાયુ હતુ અને તે દિવસે પણ આઠેક કલાક સુધી શહેરીજનો ગરીમીમાં શેકાયા હતા અને જ્યારે પણ મેન્ટેનન્સ થાય છે ત્યારે શહેરમાં આવી સમસ્યા ઉભી થાય છે મોતીપુરા હાઇવે ક્રોસીંગમાં રવીવારે જે કામ થયુ હતુ તેમાં ક્ષતિ રહી જતા હિંમતનગર ફીડરના જમ્પર જતા રહ્યા હતા.
બુધવારે શહેરમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી સવારે ઓફીસ અવર્સ દરમિયાન જ વિજળી ડૂલ થતા કચેરીઓમાં વિવિધ કામ અર્થે આવેલ અરજદારો રઝળી પડ્યા હતા કર્મચારીઓ પણ ખૂરશી છોડી બહાર નીકળી ગયા હતા અંદાજે બે એક કલાક સુધી શહેરીજનો અસહ્ય ઉકળાટ અને ગરમીમાં શેકાવા મજબૂર બન્યા હતા.
યુજીવીસીએલના ઇજનેર ડીબી પટેલે જણાવ્યુ કે લાઇન ઉપર અમુક અમુક અંતરે સ્વીચ આવે છે ત્યાં લાઇન ઉપર કાબર ચોંટી જતા ત્રણ જગ્યાએ જમ્પર બળી ગયા હતા જેને કારણે વિજળી બંધ થઇ હતી પરંતુ દોઢેક કલાકમાં ત્રણેય જગ્યા શોધી વીજપૂરવઠો પુન:સ્થાપિત કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.