સાબરકાંઠા અને અરવલ્લીમાં કોરોનાનો કહેર:2-2 નવા કેસ નોંધાયા; પ્રાંતિજમાં વૃદ્ધા અને ઇડરમાં યુવાન સંક્રમિત

મોડાસા, હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયડના આમોદરામાં મહિલા અને દેસાઇપુરામાં આધેડ સંક્રમિત

અરવલ્લીમાં 10 દિવસ બાદ કોરોનાના બે કેસ નોંધાયા છે. બાયડ તાલુકાના આમોદરા મહિલા અને દેસાઇપુરામાં પુરુષ કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણે ફરી માથું ઊંચક્યું હોય તેમ નિયમિત રીતે નવા કેસ નોંધાઈ રહ્યા છે. પ્રાંતિજ તાલુકામાં ત્રણેક મહિનાના અંતરાલ બાદ પ્રથમ કેસ નોંધાયો છે મંગળવારે 5 વ્યક્તિઓને કોરોના મુક્ત જાહેર કરાતાં એક્ટિવ કેસની સંખ્યા 05 થઈ છે.

અરવલ્લી જિલ્લામાં તા. 18 જૂને મોડાસાનો એક પુરુષ અને બાયડની એક મહિલા કોરોના પોઝિટિવ થયા હતા. બાયડના આમોદરામાં રહેતી 30 વર્ષીય મહિલા અને બાયડના દેસાઇપુરામાં રહેતા 50 વર્ષીય પુરુષ બંને બીમારીમાં સપડાતાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમના બે દિવસ અગાઉ મેડિકલ ટેસ્ટ કરાવતા મહિલા અને પુરુષ બંને દર્દીઓને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું.

એપેડેમીક ઓફિસર ડો. પ્રવીણ ડામોરે જણાવ્યું કે પ્રાંતિજ અને ઇડરમાં બે નવા કેસ નોંધાયા છે. ઇડરમાં સાકરીયા સોસાયટીમાં 21 વર્ષીય યુવાન અને પ્રાંતિજની વૃંદાવન સોસાયટીમાં 65 વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે બંને વેક્સિનેટેડ છે અને હોમ આઈસોલેટ છે.

અન્ય સમાચારો પણ છે...