કોરોના અપડેટ:સાબરકાંઠામાં કોરોનાના વધુ 18 કેસ, 16ને ડિસ્ચાર્જ કરાયા

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 80 એક્ટિવ કેસ : હિંમતનગરમાં 12, ખેડબ્રહ્મામાં 3, પ્રાંતિજમાં 02 અને તલોદમાં 1

સાબરકાંઠા જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા હતા વધુ 16 વ્યક્તિઓને કોરોના મુક્ત જાહેર કરી ડીસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા 80 સુધી પહોંચી છે.

હિંમતનગરના ગઢોડામાં 57 વર્ષીય પુરૂષ, ચિત્રકુટ સોસા.માં 56 વર્ષીય પુરૂષ, રાજપુરમાં 27 વર્ષીય પુરૂષ, મહેતાપુરા સિધ્ધાર્થનગરમાં 26 વર્ષીય પુરૂષ, રાજપુરમાં 36 વર્ષીય પુરૂષ, શાંતિપાર્ક સોસા.માં 57 વર્ષીય પુરૂષ, જીએમઇઆરએસ કેમ્પસમાં 28 વર્ષીય મહિલા, સાબરડેરીમાં 28 વર્ષીય પુરૂષ, 70-અંજલિપાર્કમાં 28 વર્ષીય પુરૂષ, છાપરીયા વિનાયકનગરમાં 26 વર્ષીય મહિલા, વક્તાપુરમાં 38 વર્ષીય પુરૂષ, મહાવીરનગર સાબર સોસા.માં 55 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્માના પ્રજાપતિ વાસમાં 60 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાછળ 24 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્મા અંબાજી ચોકમાં 44 વર્ષીય પુરૂષ, પ્રાંતિજના સીતવાડામાં 62 વર્ષીય મહિલા, 34-અષ્ટવિનાયક સોસા. 35 વર્ષીય મહિલા અને તલોદના વણકરવાસમાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...