કોરોના અપડેટ:સાબરકાંઠામાં 17,અરવલ્લીમાં 6 સંક્રમિત, 17 સંક્રમિતો પૈકી 3 જણાંએ વેક્સિનના બંને અને 14 જણાંએ 2 ડોઝ લીધા છે; તંત્ર

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.માં 12 દર્દી ડિસ્ચાર્જ , 85 એક્ટિવ કેસ ,હિંમતનગરમાં 16 અને ઇડરમાં 1 કેસ

સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારે વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 12 વ્યક્તિઓને કોરોના મુક્ત જાહેર કરતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 85 સુધી પહોંચી છે જેમાં 70 કેસ ગ્રામ્ય વિસ્તારના છે. જ્યારે 15 કેસ શહેરી વિસ્તારના છે. 17 સંક્રમિતોમાંથી 14 પુરૂષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. અરવલ્લીમાં ગુરુવારે કોરોનાના 6 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે 978 લોકોના આરટીપીસીઆર કરાયા હતા. જિલ્લામાં 21 એક્ટિવ કેસ હોવાનું નોંધાયું છે.

સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારે નોંધાયેલ 17 કેસમાંથી હિંમતનગરના વીરાવાડામાં 33 વર્ષીય પુરૂષ, 52 વર્ષીય પુરૂષ અને 22 વર્ષીય પુરૂષ, સાબરડેરી ક્વાટર્સમાં 47 વર્ષીય પુરૂષ, જીએમઇઆરએસ કેમ્પસમાં 23 વર્ષીય મહિલા, અરમાન વિલામાં 23 વર્ષીય મહિલા, મનોરપુરમાં 34 વર્ષીય મહિલા, રૂપાલમાં 40 વર્ષીય પુરૂષ અને 30 વર્ષીય પુરૂષ, રણછોડરાય સોસા.માં 20 વર્ષીય પુરૂષ, નવા ગામમાં 33 વર્ષીય પુરૂષ, મુનપુરમાં 17 વર્ષીય કિશોર, કડોલીમાં 65 વર્ષીય પુરૂષ, જાંબુડીમાં 50 વર્ષીય પુરૂષ

પોલોગ્રાઉન્ડ અલીફ મસ્જિદ નજીક 31 વર્ષીય પુરૂષ, જાંબુડીમાં 27 વર્ષીય પુરૂષ અને ઇડરના ગોધમજીમાં 47 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એપેડેમીક ઓફીસર ર્ડા. પ્રવીણ ડામોરે જણાવ્યું કે 17 સંક્રમિતોમાંથી ત્રણ વ્યક્તિઓએ વેક્સિનના ત્રણ-ત્રણ ડોઝ જ્યારે 14 જણાએ વેક્સિનના બબ્બે ડોઝ લીધા છે તમામ હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે અને બધાની તબીયત સ્ટેબલ છે. હાલમાં કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ રહ્યુ હોવાથી લોકોએ તકેદારી રાખવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...