સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી સામે કાર્યવાહી:હિંમતનગરના પરબડામાં સાબર એન્ટરપ્રાઇઝના 17 ગોડાઉન માલિકોને 2.20 કરોડ ભરવા હુકમ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ 20 લાખની સ્ટેમ્પ ડ્યુટી બચાવી સરકારી તિજોરીને ચૂનો ચોપડવાનો પ્રયાસ કરાયો હતો
  • ગોડાઉન બની ગયા હોવા છતાં ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ કરી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી હતી

હિંમતનગરને અડીને આવેલ પરબડાના સર્વે નં 102 અને 107 માં સાબર એન્ટરપ્રાઇઝના બેનર હેઠળ ગોડાઉનો બની ગયેલ હોવા છતાં વેચાણ લેનારાઓએ ગેરકાયદે રીતે ગોડાઉનને બદલે ખુલ્લા પ્લોટના દસ્તાવેજ કરી કુલ રૂ. 20 લાખની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી સરકારી તિજોરીને ચુનો લગાડ્યો હોવા અંગે અરજી થયા બાદ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી દ્વારા 26 ગોડાઉનના 19 માલિકોને સ્ટેમ્પ ડ્યુટી ચોરી અંતર્ગત નવે-21થી નોટિસો આપ્યા બાદ મુદતમાં હાજર ન રહી આધાર પુરાવા રજૂ ન કરતાં 17 મિલ્કતધારકોને કુલ રૂ. 2.20 કરોડ ભરવા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અધિકારીએ હુકમ કરતાં ખળભળાટ મચી ગયો છે.

શરૂઆતથી જ ગેરકાયદે બિનખેતીના વિવાદનો સામનો કરી રહેલ અને તાજેતરમાં 25 હજાર ચો.ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવા હુકમ થયો છે. પરબડાના સર્વે નં 102 અને 107 માં સાબર એન્ટરપ્રાઇઝના બેનર હેઠળ બનાવેલ ગોડાઉન વેચાણ લેનારાઓએ ગેરકાયદે રીતે ગોડાઉનને બદલે ખુલ્લા પ્લોટના દસ્તાવેજ કરી સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરી સરકારી તિજોરીને ચૂનો લગાડ્યો હોવા અંગે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી સમક્ષ સિરાજએહમદ દાઉદભાઈ મસીએ ફરિયાદ કર્યા બાદ નાયબ કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં કચેરી દ્વારા વેચાણ આપનારને ત્રણ વખત નોટિસ અપાઈ હતી.

હિંમતનગર સબ રજીસ્ટ્રાર દ્વારા રજૂ થયેલ તમામ દસ્તાવેજોની નકલ અને પરબડા તલાટીએ રજૂ કરેલ બાંધકામ રજાચિઠ્ઠી જોતાં અધિક કલેક્ટરે સ્ટેમ્પ ડ્યુટી ચોરી થયાનું પ્રસ્થાપિત થતું હોય બાંધકામ થયેલ હોવા છતાં ખુલ્લી બિનખેતીલાયક જમીનના દસ્તાવેજ થયા હોય સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમ 1958 ની કલમ-39(1)(બી) અન્વયે 10 પટ સુધીની રકમ વસૂલ કરવા 26 ગોડાઉનના 19 માલિકોને સ્ટેમ્પ ડ્યુટી ચોરી અંતર્ગત વારંવાર નોટિસો આપી મુદતો આપી હતી.

પરંતુ સ્ટેમ્પ ડ્યુટી ચોરીનો ઈરાદો હોવાનું પ્રસ્થાપિત થતા તમામ બાંધકામની બજાર કિંમત નજર સમક્ષ રાખી 17 મિલ્કતધારકોને કુલ રૂ.20,00,860ની સ્ટેમ્પ ડ્યુટી ચોરી અંતર્ગત દસ ગણા દંડની રકમ ઉમેરી કુલ રૂ.2,20,09,460 ત્રણ મહિનામાં ભરવા હુકમ કર્યો છે. અન્યથા હુકમની તારીખથી 15 ટકા વ્યાજ સાથે આ રકમ વસૂલવાની તાકીદ કરાઈ છે. તદુપરાંત વારીસમીયા ચાંદમીયા કાજીને કુલ રૂ,29,69,670 તથા અબ્દુલહક અબ્દુલમજીદ કુંજડા ને 9,18,060ની ડ્યુટી ચોરી અને દંડની નોટિસ અપાઈ હતી જેમાં ઓર્ડર થયાનું સત્તાવાર રીતે જાહેર થયું નથી.

સરકારને રૂ 20 લાખનો ચૂનો લગાવ્યો, જાગૃત નાગરિકે રૂ 2.20 કરોડ ભરવા મજબૂર કર્યા

ક્રમનામચોરીદંડકુલ
1ઝાકીરહુસેન અબ્દુલરહીમ પાંચભૈયા1,39,52013,95,20015,34,720
2શાહિદહુસેન અબ્દુલકાદર હરસોલીયા48,6304,86,3005,34,930
3મોહસીન મો.રફીક હરસોલિયા5,08,42050,84,20055,92,620
4અબ્દુલગની મિયાઅહેમદ હરસોલીયા48,6304,86,3005,34,930
5મો.યુસુફ વલીમોહમ્મદ હરસોલીયા72,4207,24,2007,96,620
6ગુલામ મોહ્યુદ્દીન અહેમદહુસેન હરસોલિયા54,1605,41,6005,95,760
7શેરબાનુ યુનુસભાઈ સિંધી71,3807,13,8007,85,180
8સુફિયાનભાઈ હિફજુરભાઈ નેદરીયા71,3807,13,8007,85,180
9શહેજાદભાઈ મહમદભાઈ સારોલીયા54,1605,41,6005,95,760
10અબ્દુલહક અબ્દુલમજીદ કુંજડા85,6608,56,6009,42,260
11અબ્દુલ હક અબ્દુલમજીદ કુંજડા73,3007,33,0008,06,300
12અમીશાબેન લક્ષ્મણભાઈ પ્રજાપતિ1,36,90013,69,00015,05,900
13ધર્મેન્દ્ર કુમાર શાંતિલાલ પટેલ229950229950025,29,450
14નિલેશકુમાર મણીલાલ પટેલ1,42,91014,29,10015,72,010
15કૈલાશબેન નટવરભાઈ પ્રજાપતિ68,4506,84,5007,52,950
16લક્ષ્મણભાઈ કેશાભાઈ પ્રજાપતિ77,9207,79,2008,57,120
17કિરીટભાઈ હીરાભાઈ પટેલ1,17,07011,70,70012,87,770
18કુલ2000860200086002,20,09,460
અન્ય સમાચારો પણ છે...