સા.કાં. જિલ્લામાં બુધવારે વધુ 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે વધુ 17 વ્યક્તિઓને ડીસ્ચાર્જ જાહેર કરવામાં આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 91 સુધી પહોંચી છે. બુધવારે નોંધાયેલ 16 કેસ પૈકી હિંમતનગરમાં હિંમતનગરમાં 09, ખેડબ્રહ્મામાં 04, ઇડર, તલોદ અને વિજયનગરમાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે જેમાં 11 પુરૂષ અને 05 મહિલા છે.
આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગર તાલુકાના આકોદરામાં 54 વર્ષીય પુરૂષ, દેધરોટામાં 24 વર્ષીય મહિલા, સંતનગરમાં 22 વર્ષીય મહિલા, ભવસરમાં 26 વર્ષીય પુરૂષ, રંગપુરમાં 52 વર્ષીય પુરૂષ, જિલ્લા પંચાયત ક્વાટર્સમાં 44 વર્ષીય પુરૂષ, 115 રામનગર સોસા.માં 78 વર્ષીય વૃધ્ધ, સુરપુરમાં 57 વર્ષીય પુરૂષ, હમીરગઢમાં 47 વર્ષીય પુરૂષ, ઇડરના દાવડમાં 50 વર્ષીય મહિલા, ખેડબ્રહ્મા તાલુકામાં સાબર ટ્રોલી નજીક 46 વર્ષીય મહિલા, વ્યારામાં 18 વર્ષીય યુવક, માર્કેટ યાર્ડ પાછળ 40 વર્ષીય પુરૂષ, ચિખલામાં 35 વર્ષીય મહિલા, તલોદના અહેમદપુરામાં 21 વર્ષીય પુરૂષ અને વિજયનગરના કઠવાવડીમાં 35 વર્ષીય પુરૂષ સંક્રમિત થયા હતા.
એપેડેમીક ઓફીસર ર્ડા. પ્રવીણ ડામોરે વિગત આપતા જણાવ્યુ કે 16 સંક્રમિતો પૈકી 05 વ્યક્તિઓએ વેક્સિનના ત્રણ-ત્રણ ડોઝ, નવ વ્યક્તિઓએ બબ્બે ડોઝ લીધા છે. આકોદરાના 54 વર્ષીય પુરૂષે પ્રથમ ડોઝ જ્યારે ચિખલાની 35 વર્ષીય મહિલા વેક્સિન લીધી નથી. હાલમાં બધા હોમઆઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે અને તબીયત સ્ટેબલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.