છેતરપીંડી થતા ફરિયાદ નોંધાઈ:ઈડરના યુવક સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ; કેતનટીમ ડ્રીમ નામની જાહેરતથી 1.50 લાખ ગુમાવ્યા

સાબરકાંઠા (હિંમતનગર)15 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના પાનોલ ગામના યુવાન સાથે ઓનલાઈન પૈસા કમાવવા માટે ટીમો બનાવવાના બહાને રૂ 1.50 લાખની ઓનલાઈન છેતરપીંડી થતા હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, કોઈ અજાણ્યા ઇસમે ઈસ્ટાગ્રામ પર ketanteam dream નામની જાહેરત મુકી હતી. જેની સીધી લીંક ketanteam dream ટેલીગ્રામ ચેનલ ઉપર આપી હતી. જેમાં ટેલીગ્રામ નંબર 9519505079નો આપ્યો હતો. જે નંબર પર ઓનલાઈન ટીમો બનાવી તેમાં પૈસા કમાવવા ટીમ બનાવી પ્રથમ રેંક ઉપર જીતાડવાના બહાને ઈડરના પાનોલ ગામના મયુર સુરેન્દ્રભાઈ ચૌધરી વિશ્વાસમાં લઈને મોબાઈલ નં. 8468040514 પર વિકાસ નામે ઓળખ આપી હતી.

ત્યારબાદ 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન અલગ-અલગ સમયે મયુર પાસેથી અલગ-અલગ 9519505079, 7985807785, 72758 59414 ફોન પે નંબરો પર રૂ. 1 લાખ 50 હજાર 200 ટ્રાન્સફર કરાવડાવી લીધા હતા અને મયુરને ટીમ બનાવી આપી ન હતી. કે આપેલા પૈસાનો કોઈ ફાયદો પણ આપ્યો ન હતો અને પૈસા પણ પરત આપ્યા ન હતા. જેને લઈને મયુર સાથે ઓનલાઈન છેતરપીંડી થતા મયુરે 1930 પર ફોન કરી કમ્પ્લેન નોંધાવી હતી. ત્યારબાદ મયુર ચૌધરીએ હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...