સાબરકાંઠાની 4 વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 31 ઉમેદવારી પત્ર ભરાતાં કુલ આંકડો 75 સુધી પહોંચ્યો હતો. ગત 2017 ની ચૂંટણીમાં 83 ઉમેદવારી પત્ર ભરાયા હતા. આ વખતની ચૂંટણીમાં ઇડર બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નથી ભાજપ કોંગ્રેસના કુલ 6 ડમી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં ભિલોડા, મોડાસા અને બાયડ વિધાનસભા બેઠક ઉપર છેલ્લા ચાર દિવસમાં72 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું નોંધાયું છે. બંને જિલ્લામાં કુલ 147 ફોર્મ ભરાયા હતા.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા દિવસે હિંમતનગર બેઠક પર 14 ઈડર બેઠક પર 2 ખેડબ્રહ્મા બેઠક પર 6 અને પ્રાંતિજ બેઠક પર 9 ફોર્મ ભરાયા હતા. હિંમતનગર બેઠક પર 12 ઉમેદવારોએ, 24 ઇડર બેઠક પર 6 ઉમેદવારોએ, 15 ખેડબ્રહ્મા બેઠક પર 11 ઉમેદવારોએ 16 અને પ્રાંતિજ બેઠક પર 9 ઉમેદવારોએ 20 ફોર્મ રજૂ કર્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ ચાર બેઠક પર ચૂંટણી લડી રહી છે.
આ સિવાય બીએસપી બીટીપી ગરવી ગુજરાત અખિલ ભારત હિન્દુ મહાસત્તા લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીના 6 ઉમેદવાર અને 12 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે વર્ષ 2017 માં યોજાયેલ ચૂંટણીમાં 83 ઉમેદવારી પત્રો ભરાયા હતા અને છેલ્લે ચાર વિધાનસભા બેઠક પર 37 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા જ્યારે આ વખતે 38 ઉમેદવારોએ 75 ફોર્મ ભર્યા છે અને 32 ઉમેદવાર મેદાનમાં રહેવાની સંભાવના છે. ગત ચૂંટણીમાં ઈડર બેઠક પર પાંચ અપક્ષોએ ચૂંટણી લડી હતી. જ્યારે આ વખતે એક પણ અપક્ષ ઉમેદવાર નથી ઈડર બેઠક પર સૌથી ઓછા ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે
હિંમતનગર બેઠક પર 5 ખેડબ્રહ્મા બેઠક પર 3 અને પ્રાંતિજ બેઠક પર 4 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 21 નવેમ્બરે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તા. 17 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બાયડ વિધાનસભા બેઠક પર 15, મોડાસા વિધાનસભા બેઠક પર 9 અને ભિલોડા વિધાનસભા બેઠક પર 10 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ભિલોડા વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં કુલ 17, મોડાસા વિધાનસભા બેઠક ઉપર 24 અને બાયડવિધાનસભા બેઠક ઉપર કુલ 31 ફોર્મ ભરાયા છે.
સાબરકાંઠા; ક્યાં કોણે કેટલા ફોર્મ ભર્યા.... | ||||
પક્ષ | હિંમતનગર | ઇડર | ખેડબ્રહ્મા | પ્રાંતિજ |
કોંગ્રેસ | 4 | 5 | 2 | 5 |
કોંગ્રેસ | 2 | 0 | 0 | 0 |
ભાજપ | 4 | 5 | 3 | 5 |
ભાજપ | 2 | 0 | 0 | 0 |
આપ | 4 | 4 | 4 | 4 |
ગરવી ગુજરાત | 0 | 1 | 0 | 0 |
બીટીપી | 0 | 0 | 3 | 0 |
ભારતીય જન | 0 | 0 | 1 | 1 |
પરિષદ | ||||
રાઇટ ટુરિકોલપાર્ટી | 0 | 0 | 0 | 1 |
અખિલ ભારત | 1 | 0 | 0 | 0 |
હિન્દુમહાસત્તા | ||||
લોકતાંત્રિક | 0 | 0 | 1 | 0 |
રાષ્ટ્રવાદી | ||||
બીએસપી | 2 | 0 | 0 | 0 |
અપક્ષ | 5 | 0 | 3 | 4 |
કુલ | 24 | 15 | 16 | 20 |
અરવલ્લીમાં ચાર દિવસમાં 72 ઉમેદવારી ફોર્મ ભરાયાં | |
બેઠક | ફોર્મ |
ભિલોડા | 17 |
મોડાસા | 24 |
બાયડ | 31 |
કુલ | 72 |
મોડાસામાં છેલ્લા દિવસે અપક્ષના 6 ફોર્મ ભરાયા
ગુરૂવારે મોડાસા બેઠક પર 2 આપ, 1 આપ ડમી, 1 રાષ્ટ્રીય જનક્રાંતિ, તેમજ 5 અપક્ષ ઉમેદવારી ફોર્મ સહિત કુલ 9 ફોર્મ ભરાયા હતા.
બાયડ અને ભિલોડા બેઠક પર ફોર્મ ભરનાર કરોડોના આસામી
બાયડમાં અપક્ષમાંથી ફોર્મ ભરનારા ધવલસિંહ ઝાલા ~7 કરોડના માલિક
ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરી 78 તોલા સોનુ હાથ ઉપર રોકડ પત્ની તથા આશ્રિતોની જંગમ મિલકત મળી કુલ સ્થાવર તથા જંગમ મિલકત 7,90,64102 ફોર્મમાં દર્શાવી છે.
બાયડમાં કોંગ્રેસમાંથી ફોર્મ ભરનારા મહેન્દ્રસિંહ વાઘેલા 11 કરોડના આસામી
કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાએ એફિડેવિટમાં 67 તોલા સોનુ, હાથ પર રોકડ પત્ની તથા આશ્રિતોની જંગમ મિલકત મળી કુલ સ્થાવર તથા જંગમ મિલકત 11,22,58340 દર્શાવી છે.
ભિલોડા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પારઘી 1 કરોડના આસામી
ભિલોડામાં કોંગ્રેસના રાજેન્દ્ર પારઘી પાસે જમીન ,સોના ચાંદીના ઘરેણા, ગાડી,બેન્ક બેલેન્સ સહિત રોકડ, પોતાના અને પત્નીના અને બાળકોના નામે સ્થાવર મિલકત રૂ.59 લાખ અને જંગમ મિલ્કત રૂ.55.30 લાખ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.