કોરોના સંક્રમણ:સાબરકાંઠા જિલ્લામાં વધુ 14 અને અરવલ્લીમાં કોરોનાના 16 સંક્રમિત

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં 3, માલપુરમાં 2 અને ભિલોડામાં 1 કેસ નોંધાયો

માલપુરના પીપલાણામાં રહેતી 22 વર્ષીય મહિલા, માલપુરમાં રહેતા 60 વર્ષીય પુરુષ તેમજ મોડાસામાં રહેતો 64 વર્ષીય પુરુષ અને શહેરમાં અન્ય વિસ્તારમાં રહેતો 62 વર્ષીય પુરુષ તેમજ મોડાસાના પહાડપુરમાં રહેતો 51 વર્ષીય પુરુષ અને ભિલોડાના મઉમાં રહેતો 22 વર્ષીય પુરુષ સંક્રમિત થતાં સારવારમાં રખાયા છે.

સાબરકાંઠામાં સતત એક અઠવાડિયા બે આંકડામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જેમાં સૌથી વધુ હિંમતનગર શહેર અને તાલુકામાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે એપેડેમીક ઓફિસર ડો. પ્રવીણ ડામોરે જણાવ્યું કે 14 કેસ પૈકી 13 ફેસ હિંમતનગર શહેર અને તાલુકામાં તથા એક કેસ પ્રાંતિજના કાલીપુરામાં નોંધાયો છે.

તમામ દર્દીઓ હોમ આઈસોલેશન માં છે મંગળવારે નોંધાયેલ 14 કેસ પૈકી એક નવ વર્ષના બાળકીનો અને 79 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. તમામ દર્દી ઓમ આઇસોલેશનમાં છે સાબરકાંઠા જિલ્લામાં ચોથા વેવના બે માસમાં 301 કેસ નોંધાઈ ચૂક્યા છે હાલમાં જિલ્લામાં 92 એક્ટિવ કેસ છે તે પૈકી 66 એક્ટિવ કેસ હિંમતનગર શહેર અને તાલુકામાં છે.

અન્ય સમાચારો પણ છે...