ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલ ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક કહી શકાય એવું 90.19 % પરિણામ જાહેર થતા વિદ્યાર્થી વાલીઓમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. 7883 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી 871 વિદ્યાર્થી નાપાસ જાહેર કરાયા છે.
સાબરકાંઠાના ધો-12 સામાન્ય પ્રવાહના 14 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ અને 486 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો. જે પાછલા વર્ષની સરખામણીએ ત્રણ ગણો વધારો સૂચવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ધો-12 સામાન્ય પ્રવાહના 7981 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે નામાંકન ભર્યું હતું. તે પૈકી 7883 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 871 પરીક્ષાર્થી સફળ થઈ શક્યા નથી. જિલ્લાના 20 પરીક્ષાકેન્દ્રો પૈકી બીલડીયા કેન્દ્રનું સૌથી વધુ 98.12 ટકા અને તલોદ કેન્દ્રનું સૌથી ઓછું 78.22 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 6 પરીક્ષા કેન્દ્રનું 96 ટકાથી ઉપર અને 7 પરીક્ષા કેન્દ્રોનું 90 થી 93 ટકા પરિણામ જાહેર થયું હતું.
2020ની સરખામણીએ ચાલુ સાલે 7% પરિણામ વધ્યું
જિલ્લો | 2020 | 2022 | વધ-ઘટ |
મહેસાણા | 82.23% | 87.86% | 0.0563 |
પાટણ | 86.67% | 88.85% | 0.0218 |
બનાસકાંઠા | 85.66% | 93.65% | 0.0799 |
સાબરકાંઠા | 80.43% | 90.19% | 9.76% |
અરવલ્લી | 81.44% | 90.86% | 0.0942 |
સરેરાશ | 83.28% | 90.28% | 0.07 |
A1 ગ્રેડ: બનાસકાંઠા 42, મહેસાણા 26, પાટણ-સાબરકાંઠા-અરવલ્લી 14-14
જિલ્લો | રજીસ્ટ્રેશન | પરીક્ષાર્થી | A1 | A2 | B1 | B2 | C1 | C2 | D | E1 | નાપાસ | ટકા |
મહેસાણા | 12247 | 12160 | 26 | 671 | 2245 | 3166 | 3110 | 1328 | 135 | 3 | 1563 | 87.86 |
પાટણ | 7346 | 7300 | 14 | 464 | 1443 | 1980 | 1740 | 787 | 57 | 1 | 860 | 88.86 |
બનાસકાંઠા | 20326 | 20191 | 42 | 1596 | 5178 | 6335 | 4367 | 1317 | 72 | 2 | 1417 | 93.65 |
સાબરકાંઠા | 7981 | 7883 | 14 | 486 | 1540 | 2343 | 1926 | 753 | 46 | 2 | 871 | 90.19 |
અરવલ્લી | 7514 | 7475 | 14 | 407 | 1533 | 2245 | 1820 | 723 | 49 | 1 | 722 | 90.86 |
કુલ | 55414 | 55009 | 110 | 3624 | 11939 | 16069 | 12963 | 4908 | 359 | 9 | 5433 | 90.28 |
જિલ્લામાં માત્ર 02 વિદ્યાર્થીને કૃપા ગુણથી પાસ જાહેર કરાયા છે. જિલ્લામાં 90 ટકા પરિણામ જાહેર થવા સહિત એકંદરે સરેરાશ બેહજારથી વધુ વિદ્યાર્થી પાસ થતા જિલ્લાની કોલેજોમાં હવે સંખ્યાની સમસ્યા નહિ રહે.ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ રવિવારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયું હતુ, જેમાં અરવલ્લીનું 90.86% પરિણામ આવ્યું છે. મોડાસા કેન્દ્રનું 83.71% પરિણામજાહેર થયું છે. અરવલ્લીના 7475 વિદ્યાર્થીઓ પૈકી 6792 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.