મેગા વેક્સિન ડ્રાઇવ:સાબરકાંઠામાં 12હજાર અને અરવલ્લી જિલ્લામાં 5765 લોકોને વેક્સિન અપાઇ

હિંમતનગર,મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોશીના તાલુકા ઝીંઝણાટમાં અજાવાસ પીએચસી દ્વારા રસીકરણ કરાયું - Divya Bhaskar
પોશીના તાલુકા ઝીંઝણાટમાં અજાવાસ પીએચસી દ્વારા રસીકરણ કરાયું
  • અરવલ્લીમાં 60 ઉપરના 4823 લોકોને પ્રિકોશન ડોઝ અપાયો, સા.કાં.માં સૌથી વધુ રસી હિંમતનગરમાં અપાઇ

રાજ્ય સરકાર દ્વારા રવિવારના દિવસે કોરોના વેક્સિન મેગા ડ્રાઇવનું આયોજન કરાતા વર્ગ-3ના હડતાળીયા આરોગ્ય કર્મીઓએ કિનારો કરી લેવા છતાં જિલ્લાના મેડિકલ ઓફિસર, ટીએચઓ, આરબીએસકે અને કોન્ટ્રાક્ટ કર્મીઓએ એડીચોટીનું જોર લગાવી દઈ 20હજારના લક્ષાંક સામે 12000 જિલ્લાજનોનું એક દિવસમાં વેક્સિનેશન કર્યું હતું અને હડતાળની અસર વર્તાવા દીધી ન હતી. અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે વેક્સિન મેગા ડ્રાઇવનું આયોજન કરતાં 12 થી 14, 17 થી 18 તેમજ 60 વર્ષ ઉપરના 5765 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા હતા.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ અને આરસીએચઓ ડોક્ટર જયેશ પરમારે જણાવ્યું કે મોટાભાગે દરેક ડ્રાઈવમાં મોટું લક્ષાંક નક્કી કરાય છે અને પ્રાપ્ત થતી સિદ્ધિ લગભગ અંદાજ મુજબની હોય છે વર્ગ-3ના કર્મચારીઓ ફરજ પર હાજર થનાર ન હોવાથી જિલ્લાના મેડિકલ ઓફિસર, ટીએચઓ, આરબીએસકેની ટીમ અને કોન્ટ્રાક્ટ કર્મીઓએ જવાબદારી ઉપાડી લીધી હતી અને 11921 લાભાર્થીઓને સાંજે 05:30 વાગ્યા સુધીમાં વેક્સિન અપાવી હતી. વેક્સિનેશન સાઇટ સહિત ડોર ટુ ડોર ફરીને આરોગ્ય કર્મીઓએ વેક્સિન આપી હતી.

અરવલ્લીમાં રસીકરણ બુથ ઉપર 12 થી 14 વર્ષના 637 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15 થી 17 વર્ષની ઉંમરમાં 60 અને 60 વર્ષથી ઉપરના 4694 લોકોને રસીકરણમાં અને 4823ને પ્રિકોશન ડોઝ હેઠળ આવરી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...