પોલીસ વડાએ આપ્યો બદલીનો આદેશ:સાબરકાંઠા જીલ્લામાં 3 મહિલા સહીત 12 PSI આંતરિક બદલી કરાઈ, નવ પોલીસ સ્ટેશનમાં બદલાયા PSI

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લામાં ત્રણ મહિલા સહીત ૧૨ પીએસઆઈની આંતરિક બદલીઓના હુકમ જીલ્લા પોલીસ વડાએ કર્યા છે. જેમાં નવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બદલાયા છે. તો એલઆઈબી અને એલસીબીમાં પીએસઆઈ મુકવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ જીલ્લામાં એક સાથે ૧૨ પીએસઆઈની આંતરિક બદલીઓના હુકમો કર્યા છે. જેમાં ત્રણ મહિલા પીએસઆઈનો સમાવેશ થાય છે. તો જીલ્લાના નવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બદલાયા છે. હિંમતનગર એ-ડીવીઝન, ખેડબ્રહ્મા, વડાલી, જાદર, પોશીના, તલોદ, ગાંભોઈ, ઇડર, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ બદલાયા છે. તો ત્રણ મહિલા પીએસઆઈની ઈડરના જાદર પોલીસ સ્ટેશનમાં ઇડર પોલીસ સ્ટેશનમાં અને ઇડર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે બદલી કરાઈ છે.

જીલ્લાના પોશીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જે.ચૌહાણને હિંમતનગર એ ડીવીઝનમાં,સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસ આઈ જે.આર.દેસાઈની ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જાદર પોલીસ સ્ટેશનના પીએસ આઈ એન.એમ.ચૌધરીની વડાલી પોલીસ સ્ટેશનમાં હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એ.બી.શાહની જાદર પોલીસ સ્ટેશનમાં એલસીબી (આર્થિક ગુન્હા નિવારણ) પીએસઆઈ એસ.જે.ચાવડાની પોશીના પોલીસ સ્ટેશનમાં, એસઓજી શાખાના પીએસઆઈ જી.એસ.સ્વામીની તલોદ પોલીસ સ્ટેશનમાં, વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.બી.પટેલની ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.પી.જાનીની હિંમતનગર એલઆઈબી શાખામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એ.બી.મિસ્ત્રીની ઇડર પોલીસ સ્ટેશનમાં તલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.ડી.રાઠોડની પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હિંમતનગર લીવ રીઝર્વ મહિલા પીએસઆઈ પી.ડી.ચૌધરીની રીડર ટુ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ઇડરમાં અને ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.ઠાકોરને એલસીબીમાં બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...