તસ્કરી:હિંમતનગરના જામળામાં બે ઘરમાંથી1.15 લાખની ચોરી

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકમાં ઘરની પાછળથીી ઘૂસી અને બીજામાં રસોડાની બારી તોડી ચોરી

હિંમતનગરના જામળામાં ગત રવિ - સોમવારની રાત્રિ દરમિયાન ચોરોએ બે ઘરોને નિશાન બનાવી બંને ઘરમાંથી કુલ રૂ.1.15 લાખની ચોરી કરી પલાયન થઇ જતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર જામળામાં રહેતા ગીરીશભાઇ નથ્થુભાઇ પટેલ તથા તેમનો પરિવાર તા.08-05-22 ના રોજ રાત્રે જમી પરવારી સૂઇ ગયા બાદ તા.09-05-22 ના રોજ વહેલી સવારે ચારેક વાગ્યે પડોશમાં રહેતા દિપકભાઇ કનૈયાલાલ સાધુના ઘેર બૂમાબૂમ થતાં બધા જાગી ગયા હતા અને ગીરીશભાઇએ પોતાના ઘરની પાછળ જઇ તપાસ કરતા ઘરનો પાછળનો દરવાજો ખૂલ્લો હતો.

તથા ઘરમાં તિજોરી અને ઘરનો સરસામાન વેર વિખેર પડ્યો હતો. ગીરીશભાઇએ તરત જ તિજોરીમાં ચેક કરતા દુકાન તથા મોબાઇલ રીચાર્જના રોકડ રૂ.60 હજાર મૂક્યા હતા જે મળી આવ્યા ન હતા તેમજ સોનાની કાનની જુમ્મર એક જોડ, અડધા તોલાની કિ.રૂ.24 હજાર, છએક સાડીઓ કિં.રૂ.10 હજાર ચોરી થઇ હતી.

તેમજ પડોશમાં રહેતા દિપકભાઇ કનૈયાલાલ સાધુના ઘરના રસોડાની બારી તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડ રકમ રૂ.17 હજાર, ચાંદીના છડા કિં.રૂ.4000 ની ચોરી કરી હતી. તસ્કરોએ ગીરીશભાઇના ઘેર કુલ રૂ.94 હજાર તથા દિપકભાઇના ઘેર કુલ રૂ.21 હજાર મળી કુલ રૂ.1,15,000 હજારની મત્તાની ચોરી કરી પલાયન થઇ જતાં ગીરીશભાઇએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...