ગુજરાત સહિત દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણામાં મોટા શહેરોમાં બેન્કોમાં નજર ચૂકવીને ચોરી કરતી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની કડીયા-સાસી ગેંગના પુરુષો, મહિલાઓ અને ટાબરીયાઓની ગેંગને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડી હતી. સાબરકાંઠા, મહેસાણા, આણંદ અને મહીસાગર જિલ્લામાં આચરેલ ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ કામગીરી દરમિયાન ગેંગના 11 શખ્સોની અટકાયત કરી પાંચ ચોરીઓનું ડિટેકશન કરવા સહિત કુલ રૂપિયા 5,56,746 નો મુદ્દા માલ પણ રિકવર કર્યો હતો.
એક સપ્તાહ અગાઉ ખેડબ્રહ્માની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પૈસા ઉપાડવા આવેલ રમેશભાઈ અમૃતભાઈ પંચાલના થેલામાંથી રૂપિયા એક લાખ સેરવી લઈ 40 વર્ષની મહિલા ફરાર થઈ જવાની ઘટના બન્યા બાદ ખેડબ્રહ્મા પોલીસ હરકતમાં આવી હતી. સીસીટીવી કેમેરા, મોબાઇલ ટાવર, ડેટા સહિતની ટેકનિકલ મદદ લેવા સાથે આવી મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી ગેંગોની વિગતો મેળવવી શરૂ કરી હતી.
પીએસઆઇ જે આર દેસાઈએ જણાવ્યું કે આ તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર શખ્સો ચાલતા અંબાજી તરફ જતા ખાનગી વાહનોની ફિરાકમાં નજરે પડતા તેમને ઊભા રાખી પૂછપરછ કરતા શંકા ગઈ હતી અને દિલીપસિંગ માનસિંગ સિસોદિયા, અમિત સિંઘ તખતસિંહ સિસોદિયા, મોનુંસિંગ નરપતસિંગ સિસોદિયા (તમામ રહે. કડિયા સાંચી તાલુકો પછોલ જિલ્લો રાજગઢ એમપી) અને ફુલ જીતસિંગ પરબત સિંઘ સિસોદિયા (રહે.ગૂલખેડી તાલુકો પછોલ જિલ્લો રાજગઢ) નામના શખ્સોને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરી હતી અને આ પ્રકારના ગુના જે વિસ્તારમાં બન્યા હતા તેના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ હતી.
આ દરમિયાન ત્રણેય શખ્સો ભાગી પડ્યા હતા અને અન્ય મહિલાઓ તથા બાળકો સાથે મળી આંતરરાજ્ય ચોરી, ચીલઝડપ, બેગ લિફ્ટિંગ કરતા હોવાની કબુલાત કરી હતી અને તેમની નિશાન દેહી પર અન્ય આઠ મહિલા પુરુષોને સ્વીફ્ટ ગાડી નંબર એમપી-09-ડબ્લ્યુબી-4452 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે વોન્ટેડ ત્રણ મહિલાઓને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.
મહિલા ગેંગ બેંકમાં જઈ ખાતેદારોની નજર ચૂકવી ચોરી કરે છે
પુરુષ ગેંગ બાળકો પાસે લગ્ન પ્રસંગોમાં ચોરી કરાવે છે
પુરુષોની ગેંગમાં 20થી 35 વર્ષના સકસો પોતાની સાથે એક સાત આઠ વર્ષના બાળકને લઈને અમદાવાદ સુરત વડોદરા જેવા મોટા શહેરોમાં યોજાતા લગ્ન પ્રસંગોમાં ફરે છે. પાર્ટી પ્લોટ રિસોર્ટ લગ્ન વાડીમાં જઈને સોના ચાંદીના દાગીના ભરેલા પર્સ થેલા વગેરેનું બેગ લિફ્ટિંગ કરે છે.
ઝડપાયેલી ગેંગે આ ગુનાઓની કબુલાત કરી :
1. તારીખ 3/01/23 ના રોજ ખેડબ્રહ્મા ની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી બપોરે 12:45 કલાકે રમેશભાઈ અમૃતભાઈ પંચાલના થેલામાંથી મહિલાએ રૂ1 લાખની ચોરી કરી હતી.
2. આણંદના સ્વસ્તિક વાટિકા મેરેજ હોલમાંથી તારીખ 5/01/23 ના રોજ એનઆરઆઈ સ્વેતલબેન આશિષકુમાર કાટવાળાનું રૂ. 15000 રોકડા અને સોના ચાંદીના દાગીના વર્ષની 10-12 વર્ષનું ટાબરિયું ઉઠાતરી કરી લઈ ગયું હતું.
3. હિંમતનગરની sbi બેન્ક માંથી તારીખ 28/12/22 ના રોજ લોનના પૈસા ઉપાડવા ગયેલ લીલાબેન ભીમાજી મારવાડી ના રૂ.31 હજાર થેલામાં કાપો મૂકી ચોરી કરવામાં આવી હતી.
4. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં તારીખ 5/01/23 ના રોજ બેંકમાંથી રૂ.40,000 ઉપાડી પાસબુકમાં એન્ટ્રી પડાવવા ઉભા રહેલ સાલેહાબાનુ વસીમભાઈ શેખના પર્સમાંથી ચોરી કરવામાં આવી હતી.
5. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો
પકડાયેલ આરોપીઓ
1.રીમાબેન કરમસિંગ ઇન્દરસિંગ સિસોદિયા
2.રોમાબેન વિરેન્દ્ર સિંહ દર્શનસિંહ સિસોદિયા
3.વંશીકાબેન વિનોદસિંહ ઘનશ્યામસિંહ સિસોદિયા
4. શીતલબેન જોની કનૈયાલાલ સિસોદિયા
5.રીન્કીબેન અજબસિંગ સિસોદિયા
6.ગોંતમભાઈ મોડસિંગ છાયલ
7.દિલીપસિંહ માનસિંગ સિસોદિયા
8.અમિત સિંઘ તખતસિંહ સિસોદિયા
9.મોનુસિંઘ નરપતસિંગ સિસોદિયા
(તમામ રહે. કડિયા સાંચી તાલુકો પછોલ
જિલ્લો રાજગઢ એમપી)
10. ફુલજીત સિંઘ સિસોદિયા
11.નીતુબેન જીતેન્દ્રસિંહ કનૈયાલાલ સિસોદિયા
(બન્નેરહે.ગૂલખેડી તાલુકો પછોલ જિલ્લો રાજગઢ)
વોન્ટેડ આરોપી :
1.સબ્બુ વા/ઓ ચેતનસિંહ સિસોદિયા
2.સલમા વા/ઓ સુરજસિંહ સિસોદિયા
3.રીના વા/ઓ પ્રકાશસંઘ સિસોદિયા
કડિયા સાંચી, પછોલ જિલ્લો રાજગઢ એમપી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.