1 લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન:સાબરકાંઠાના 1054 હોમગાર્ડ અને પોલીસ કર્મીઓ સુરત, ભાવનગર અને સુરેન્દ્રનગર ખાતે બંદોબસ્ત માટે રવાના

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભાની ચુંટણીનું મતદાન બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી સોમવારે સવારે 1000 થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્ત માટે સુરત સહીતના વિસ્તારોમાં એસટી બસમાં રવાના થયા હતા.

પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન
ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચુંટણી યોજાવવાની છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં 89 બેઠકો માટે 1 લી ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 14 જિલ્લામાં 91 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કામાં 1 લી ડીસેમ્બરની ચુંટણીના બંદોબસ્ત માટે સોમવારે સવારે હિંમતનગરના હેડક્વાર્ટસ અને હોમગાર્ડ કચેરીથી હોમગાર્ડ અને પોલીસ કર્મીઓને એસટી બસમાં રવાના કરવામાં આવ્યા હતા.

આ અંગે હોમગાર્ડના કમાન્ડન્ટ કિરણ પરમારે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાંથી 650 હોમગાર્ડ આજે ઇડર, ખેડબ્રહ્મા, લાંબડીયા, પોશીના, વિજયનગર, આંતરસુબ્બા, જાદર, કુકડીયા, ઉમેદગઢ, ઇલોલ, તલોદ, તાજપુર, પ્રાંતિજ, હિંમતનગર સહિતના વિસ્તારમાં 13 એસટી બસોમાં હોમગાર્ડ જવાનને બંદોબસ્ત માટે પાંચ અધિકારીના માર્ગદર્શન હેઠળ રવાના કરવામાં આવ્યા છે. તો પ્રથમ તબક્કાના બંદોબસ્તમાં સુરત ખાતે 650 હોમગાર્ડ, સુરેન્દ્રનગરમાં 281 અને ભાવનગરમાં 123 પોલીસ કર્મીઓને એસટી બસમાં રવાના કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...