પોલીસબેડામાં આંતરિક બદલી:સાબરકાંઠામાં 104 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ, વિધાનસભાની ચૂંટણી ટાણે જિલ્લા પોલીસ વડાએ કર્યા બદલીના હુકમ

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની છે તે પહેલા જ સાબરકાંઠા પોલીસ કર્મચારીઓનો ગંજીપો ચીપાયો છે. જિલ્લા પોલીસ વડાએ 104 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલીના હુકમો કર્યા છે.

વિધાનસભાની ચુંટણીને લઈને જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ શુક્રવારે રાત્રે જિલ્લામાં 104 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના હુકમો કર્યા હતા. જેમાં ASI, HC, PC, WPC, WHC અને LRD સહિતના 104 પોલીસ કર્મચારીઓ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેમની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી 4, તલોદ પોલીસ સ્ટેશનમાંથી 3, હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી 14, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી 17, હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી 7, હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી , પોલીસ હેડ ક્વાર્ટસમાંથી 1, ઇડર પોલીસ સ્ટેશનમાંથી 9, વિજયનગરના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી 13, ઈડરના જાદર પોલીસ સ્ટેશનમાંથી 4, વિજયનગર પોલીસ સ્ટેશનમાંથી 5, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી 3, પોશીના પોલીસ સ્ટેશનમાંથી 4, ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ સ્ટેશનમાંથી 5, વડાલી પોલીસ સ્ટેશનમાંથી 5, હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાંથી 2 સહીતના પોલીસ સ્ટેશનોમાંથી મહિલા પોલીસ કર્મીઓ સહીત 104 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો થયા છે.

અન્ય સમાચારો પણ છે...