પ્રાંતિજમાં બે ચોરીના બનાવ:પિલુદ્રા પ્રાથમિક શાળામાંથી 10 હજારના મુદ્દામાલની ચોરી; પલ્લાચર ગામે મગફળીની ચોરી કરનારા બે આરોપી ઝડપાયા, એક ફરાર

સાબરકાંઠા (હિંમતનગર)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ચોરીના બે બનાવો નોધાયા છે. જેમાં પ્રાથમિક શાળામાંથી ચોરી થવા પામી છે, તો બીજી તરફ મગફળીની ચોરી કરનારા ચાર જણા સામે ફરિયાદ નોધાઇ હતી. જેમાં ચોરી કરનારા બે જણા ઝડપાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા 5 દિવસ દરમિયાન રાત્રીના સમયે પ્રાંતિજના પલ્લાચરમાં પ્રજાપતિવાસમાં રહેતા વિનોદકુમાર પટેલના અનાજના ખરવાડમાં આવેલા અને મગફળીના ઢગલામાંથી અલગ-અલગ દિવસે રાત્રીના સમયે થોડી થોડી મગફળીની ચોરી કરી કુલ 125 કિલોગ્રામ મગફળી રૂ. 9 હજાર 375ની મગફળીની ચોરી થયાની ફરિયાદ નોધાઇ હતી. જેને લઈને પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

આ અંગે PSI બી.ડી.રાઠોડએ જણાવ્યું હતું કે, પલ્લાચર ગામના ચાર આરોપીઓ બળદેવભાઈ રાયચંદભાઈ વાઘરી, રણછોડભાઈ ધુળાભાઈ વાઘરી, બાબુસિંહ બાલુસિંહ મકવાણા અને કિરણભાઈ રેવાભાઈ વાઘરી ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા અને મગફળી કબ્જે લીધી હતી. જેમાં એક ફરારને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાંતિજના પિલુદ્રા ગામે આવેલી પ્રાથમિક શાળામાં રાત્રી દરમ્યાન તસ્કરોએ પ્રવેશ કરી મધ્યાહન ભોજન યોજનાના રસોડાનું તાળું તોડી મધ્યાહન ભોજન યોજનાનો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો.અને ગેસની બે બોટલ જેની અંદાજીત કીમત રૂ. 2 હજાર, કપાસિયા તેલના ડબ્બા નંગ 4 કીમત રૂ. 8 હજાર મળી કુલ રૂ. 10 હજારની મત્તાની ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. સવારે શિક્ષકોએ તાળું તૂટેલું જોતા તપાસ કરતાં સરસામાન વેરવિખેર હતો અને ચોરી થયેલાનું માલુમ પડતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય રાજેશભાઈ પંડ્યાએ ચોરીની ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...