કોરોના અપડેટ:સાબરકાંઠામાં 8 કોરોના સંક્રમિત 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 5, પ્રાંતિજમાં 2 અને તલોદમાં 1 કેસ

સા.કાં.માં સોમવારે નવા 8 વ્યક્તિઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો સામે 10 વ્યક્તિઓને કોરોના મુક્ત જાહેર કરી ડિસ્ચાર્જ કરતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 96 સુધી પહોંચી છે. જેમાં 22 કેસ શહેરી વિસ્તારના અને 74 કેસ ગ્રામ્ય વિસ્તારના છે. 08 કેસમાંથી હિંમતનગરમાં 5, પ્રાંતિજમાં 2 અને તલોદમાં 1 કેસનો સમાવેશ થાય છે.

હિંમતનગરના હાપામાં 55 વર્ષીય પુરૂષ, કેદારસીટી ગઢોડામાં 35 વર્ષીય પુરૂષ, વીરાવાડામાં 46 વર્ષીય પુરૂષ, જીએમઇઆરએસ હોસ્ટેલમાં 20 વર્ષીય યુવતી, જીએમઇઆરએસ હોસ્ટેલમાં 23 વર્ષીય પુરૂષ, પ્રાંતિજના તાજપુરમાં 30 વર્ષીય પુરૂષ, પ્રાંતિજમાં 36 વર્ષીય મહિલા અને તલોદના દોલતાબાદમાં 60 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

એપેડેમીક ઓફીસર ર્ડા.પ્રવીણ ડામોરે જણાવ્યું કે હાપાના 55 વર્ષીય પુરૂષને સિવિલમાં દાખલ કરાયા છે. 8 કેસમાં 5 પુરૂષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે જેમાંથી બે જણાંએ વેક્સિનના ત્રણ-ત્રણ ડોઝ અને બાકીના છ વ્યક્તિઓએ વેક્સિનના બબ્બે ડોઝ લીધા છે. હાલમાં 07 જણા હોમઆઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...