સાબરકાંઠામાં શુક્રવારે વધુ 10 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. સામે 18 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 76 સુધી પહોંચી છે. શુક્રવારે નોંધાયેલ 10 કેસમાંથી સૌથી વધુ 7 કેસ હિંમતનગર તાલુકાના છે જ્યારે 2 તલોદ અને 1 કેસ પ્રાંતિજમાં છે જેમાં 6 મહિલા અને 4 પુરૂષનો સમાવેશ થાય છે. અરવલ્લીમાં શુક્રવારે 7 કેસ નોંધાયા હતા. જેમાં બાયડમાં 3, માલપુરમાં 1, મેઘરજમાં 2 અને મોડાસામાં 1 કોરોના કેસ નોંધાયા હતા.
10 કેસ પૈકી હિંમતનગરના નવામાં 63 વર્ષીય પુરૂષ, કાંકણોલમાં 22 વર્ષીય પુરૂષ, પોલોગ્રાન્ડમાં 23 વર્ષીય પુરૂષ, બ્રહ્માણીનગર વિષ્ણુનગર સોસા.માં 36 વર્ષીય મહિલા, હડીયોલમાં 60 વર્ષીય પુરૂષ, કાકણોલમાં 50 વર્ષીય મહિલા, હડીયોલમાં 52 વર્ષીય મહિલા, તલોદના મહિયલમાં 34 વર્ષીય મહિલા, ઉમેદની મુવાડીમાં 43 વર્ષીય મહિલા અને પ્રાંતિજના અમરાપુરમાં 25 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
એપેડેમીક ઓફિસર ર્ડા. પ્રવીણ ડામોરે જણાવ્યું કે નવા નોંધાયેલ 10 પોઝિટિવ કેસમાં હિંમતનગરના બ્રહ્માણીનગરની વિષ્ણુનગર સોસા.માં રહેતી 36 વર્ષીય મહિલાની હાલમાં હિંમતનગર મેડિસ્ટાર હોસ્પિટલમાં ઓક્સિજન હેઠળ સારવાર ચાલી રહી છે તથા તલોદના ઉમેદની મુવાડીની 43 વર્ષીય મહિલાની આયુષ કેર તલોદમાં સારવાર ચાલી રહી છે બંને મહિલાઓએ વેક્સિનના બબ્બે ડોઝ લીધા છે. જ્યારે 2 વ્યક્તિઓએ વેક્સિનના ત્રણ-ત્રણ ડોઝ લીધા છે.
અરવલ્લી સંક્રમિત દર્દીઓ
61 વર્ષમહિલા, ઝાંખરીયા, તા-બાયડ, 61 વર્ષ પુરૂષ, ઝાંખરીયા, તા-બાયડ,24 વર્ષ મહિલા, નાથાણાના મુવાડા, તા-બાયડ, 22 વર્ષ મહિલા,નાનાવાડા, તા-માલપુર, 47 વર્ષ મહિલા, મેઘરજ, તા-મેઘરજ, 45 વર્ષ પુરૂષ, નારણપુરા, તા- મેઘરજ, 53 વર્ષ મહિલા, મોડાસા, તા-મોડાસા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.