ઇડરની નાગરિક બેન્કમાં 10 લાખ રૂપિયા સ્ટ્રોંગરૂમમાંથી ગાયબ થયાની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ નાગરિક બેન્ક હંગામી સેવકે કબૂલાત કરી લીધી હોવાનો લેખિત કાગળ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે હંગામી સેવકની અટકાયત કરી હતી. ઇડર નાગરિક સહકારી બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી બેન્કની કેસમાંથી રૂ. 2000 ની દર ની 500 નોટોના બંડલ ઓછા જણાતાં નાગરિક બેન્કના કેશિયર મિલનભાઈ સગરે બેન્ક મેનેજરને જાણ કરતાં બેન્કમાં આંતરિક બેઠક બોલાવી ડિરેક્ટરો દ્વારા બેન્કના રેગ્યુલર અને હંગામી સેવકો તેમજ કેશિયરની પૂછપરછ કરી હતી.
જેમાં બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી કોઈએ પૈસા નથી લીધાનું જણાવતા બેન્ક દ્વારા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં ઇડર પોલીસે રેગ્યુલર અને હંગામી સેવકો તેમજ કેશિયરના જવાબ લઈ પૂછપરછ કરી હતી. ત્યારબાદ હંગામી સેવક કેવલ રાવલે બેન્કમાં જઈને લેખિતમાં કબૂલાત કરી હતી કે બેન્ક માંથી થયેલ ઉચાપત તેણે કરી છે અને તેણે તા. 31 મે ના રોજ 5 લાખ રૂપિયા બેન્કમાં ભર્યા છે તેમજ બાકીના રૂ. 5 લાખ 4 જૂન 2022ના રોજ ભરી દઈશ. મારા થી આ ભૂલ થઈ છે ક્ષમા આપવા વિનંતી તેવું કેવલ રાવલે લખાણ લખી સહી કરી હતી. લખાણની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે કેવલને પોલીસ સ્ટેશન લવાયો હતો.
મારાથી ભૂલ થઇ ક્ષમા આપવા વિનંતી: સેવક
મારા થી આ ભૂલ થઈ છે ક્ષમા આપવા વિનંતી તેવું બેન્કના હંગામી સેવક કેવલ રાવલે લખાણ લખી આપી સહી કરી કોપી વાયરલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.