કાર્યવાહી:ઈડરના સરદારપુરની સીમમાંથી બંદૂક સાથે 1 ઝબ્બે, 2 સામે ગુનો

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 14 છરા, ફાયર પાવડર પણ જપ્ત કર્યો

જાદર પોલીસ સ્ટેશન પીએસઆઇ એન.એમ.ચૌધરી તથા પોલીસ સ્ટાફ માઢવા આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે સરદારપુરની સીમમાં શખ્સ તેના હાથમાં બંદૂક લઇને ફરે છે જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ જઇ શખ્સે ઝડપી બંદૂક કબ્જે લઇ પૂછપરછ કરતાં શખ્સે પોતાનું નામ રમેશભાઈ રાજુભાઇ ડાભી (હાલ રહે.સરદારપુર ગામના બોર કૂવા પર મુળ રહે. રાજસ્થાન)હોવાનું અને ભૂંડ મારવા આવ્યો હોવાનુ જણાવતાં પોલીસે અંગઝડતી કરતા પેન્ટના ખિસ્સામાંથી છરા તથા ગંધ્રપ જેમાં ધાતુના નાના છરા નંગ-13, મોટો છરો 1 નંગ, ધાતુના નાના ટુકડા 5 નંગ, બીજી એક પ્લાસ્ટિકની ડબ્બીમાં ધાતુની નાની કેપ નંગ 17 અને 50 ગ્રામ જેટલો ફાયર પાવડર મળ્યો હતો.

વધુ પૂછતાં સરદારભાઇ ગરાસીયા (મુળ રહે. રાજસ્થાન હાલ રહે. ખોડમ તા. ઇડર) પાસેથી બંદૂક તથા તેમાં ઉપયોગ કરવાની સામગ્રી લાવ્યાનું જણાવતા પોલીસે રમેશભાઈ રાજુભાઇ ડાભીની અટકાયત કરી બંદૂક તથા તેની સામગ્રી આપનાર સરદારભાઇ ગરાસીયા બંને સામે ધી આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...