ચોરી:હરસોલ પ્રાથમિક શાળા અને આંગણવાડીમાંથી ત્રણ બડોદરમાંથી 1 સિલિન્ડર અને તેલનો ડબ્બો ચોરાયો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલોદના હરસોલ બડોદરામાં મ.ભ.યો ઓરડા અને આંગણવાડીઓમાં ચોરી
  • 7 દિવસમાં પ્રાંતિજ અને તલોદ તાલુકામાં તેલ દાળ ગેસ સિલિન્ડર ચોરીના 10 બનાવ

તલોદ તાલુકાના હરસોલ પહાડીયા અને બડોદરા ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના ઓરડા અને આંગણવાડીઓમાં ગેસ સિલિન્ડરો અને તેલના ડબ્બાની વધુ બે ચોરી થઈ છે. એક સપ્તાહમાં પ્રાંતિજ અને તલોદ પંથકમાં તેલ દાળ ગેસ સિલિન્ડરની ચોરીના 10 બનાવ બનતાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત 25-26 નવેમ્બરની રાત્રિ દરમિયાન તલોદ તાલુકાના હરસોલ પહાડિયા ગામની પ્રાથમિક શાળા અને હરસોલ આંગણવાડી-3 ના બંધ રૂમોના તાળાં તોડી ગેસ સિલિન્ડરની બે બોટલ અને એક ખાલી બોટલ મળી કુલ રૂપિયા 4000ની મત્તાની ચોરી થવા પામી હતી.

જ્યારે બીજા કિસ્સામાં તલોદ તાલુકાના બડોદરા ગામની આંગણવાડીબ-2 ના રૂમનું તાળું તોડી એક ગેસ સિલિન્ડર અને સીંગતેલનો એક ડબ્બો મળી કુલ રૂ.4000 ની મત્તાની ચોરી થઈ હતી. નોંધનીય છે કે સલાટપુર,નવા બાકરપુરા, રૂપાલ, ગોરા ટીંબા ઓરાણ, મોયદ નાથાજીવાસ, પીલુદરા ગામમાં મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડીઓના રૂમમાં આ ચોરીના જેટલા બનાવ બની ચૂક્યા છે. તલોદ અને પ્રાંતિજ તાલુકામાં થતી ચોરીઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...