ખેડબ્રહ્મા પંથકમાં બાઇક ચોરીના ગુનાઓ વધતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરતાં જેમાં બે બે સગીર બાઇક લઇને જતા અટકાવી પૂછપરછ કરતાં ચોરીની બાઇક હોવાનું માલૂમ પડતાં વધુ તપાસ કરતાં 13 બાઇક ચોરી કરી નદીના કોતરોમાં સંતાડી હતી. પોલીસે ચોરીની 13 બાઇકો અને 2 બેટરી સાથે કુલ રૂ.2.53 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે હિંમતનગર, શીકા, બડોલી, ગાંધીનગર સહિતની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
ખેડબ્રહ્મા પી,એસ.આઈ. પી.પી.જાની તથા સ્ટાફ ખેડબ્રહ્મામાં વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન બાઇક પર બે સગીર આવતા અટકાવી બાઇકના આધાર પૂરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ આપી ન શકતાં બાઇકની પોકેટકોપમાં બાઇકની ચેચીસ નંબર નાખી જોતાં બાઇક ચોરીનું હોવાનું માલૂમ પડ્યું હતું અને બાઈકની બાજુમાં લટકાવેલ કાપડનો થેલો જોતા અંદર 2 ફોર વ્હીલર વાહનની બેટરી નંગ 2 હોઇ જેથી બેટરી બાબતે પૂછપરછ કરતા બંને બેટરીઓ પાદરડીમાંથી બે દિવસ અગાઉ 2 ટ્રેક્ટરોમાંથી ચોરી કરી લઇ ગયાનું જણાવતાં પોલીસે 2 બેટરી કિં. 48000 ની ગણી વધુ પૂછપરછ કરતાં બંને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ છે.
અને એક સગીર બાળ રિમાન્ડ હોમ ખાતેથી ભાગી ગયાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ કરતાં તેમણે વધુ 13 બાઈકો ચોરી કર્યાની કબૂલાત કરતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બંને સગીરોએ ભેગા મળીને ચોરેલી બાઇકો તેમના ઘરની નજીક આવેલી નદીના કોતરોમાં અને ઝાડી ઝાખરમાં સંતાડી હોવાની કબૂલાત કરતાં પોલીસે સ્થળ પર જઈ આ બાઇકો કબજે કરી રૂ.2.53 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.