ચોરી:ખેડબ્રહ્મા જૈન દેરાસરમાંથી રોકડ સહિત ભંડારાની ચોરીથી ફફડાટ

ખેડબ્રહ્મા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેરાસરની જાળીનો નકૂચો તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો
  • ભંડારો કિં​​​​​​​. 35હજાર અને અંદરની રોકડ 10હજાર મળી કુલ 45હજારની ચોરી

ખેડબ્રહ્માના ગામ વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમા મંગળવાર રાત્રે ચોરો રોકડ રકમ સહિત ભંડારાની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાવા પામી હતી. ખેડબ્રહ્મામાં આવેલ હોળી ચકલા વિસ્તારમાંમાં ખેડબ્રહ્મા જૈન શ્વેતાંબર દશાપોરવાલ પંચ ધાર્મિક ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી આદ્દેશ્વર જૈન મંદિરમા 22 નવેમ્બરના રોજ સાંજના સાડા સાતે વાગે મંદિરના પૂજારી મંદિર બંધ કરી તેમના ઘરે ગયેલા અને તા 23 નવેમ્બર ના 6 વાગે મંદિર ખોલતા મંદિરના દરવાજાનો જાળીનો નકૂચો તથા તાળું તૂટેલું હતું.

મંદિરમાં પૈસા નાખવાની દાન પેટી (ભંડાર અંદાજે 5 ફૂટ) જેની ઉપર મોર તથા કળશ જેવી ડિઝાઇન વાળો જર્મન સિલ્વરનો કોટીંગ કરેલ ભંડારાની ચોરી થયેલ હોવાનું જણાતાં પૂજારી એ પ્રમુખ નિલેન્દુ મહેતા અને ટ્રસ્ટીઓ સમીર ભંડારીને જાણ કરતાં આવી ગયા હતા અને આજુબાજુ તાપસ કરતા સામે રહેતા નીલીમાબેને જણાવ્યું હતું કે રાત્રે એક ટેમ્પો લઇ કેટલાક શખ્સો ભંડારો જેવું ભરી લઇ જતા હતા. તેમણે બૂમો પાડતાં ટેમ્પો લઇ ભાગી ગયા હતા જેથી પ્રમુક નિલેન્દુભાઈ મહેતાએ કોઈ ચોરો સામે મંદિરનો ભંડારા કિં. 35000 અને અંદરની રોકડ 10000 મળી કુલ 45000ની ચોરી કરી પલાયન થઈ ગયા હોવા અંગે ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...