દુષ્કર્મ:ખેડબ્રહ્મા પંથકની સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

ખેડબ્રહ્મા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધલી ગામના શખ્સે ખેતરમાં દુષ્કર્મ આચર્યું હતું
  • સગીરાને ઉલટીઓ થતાં ઘટનાની જાણ થઇ

ખેડબ્રહ્મા તાલુકાની સગીરાને છ માસ આગાઉ દૂધલીના શખ્સે ખેતરમાં બોલાવી દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી થતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડબ્રહ્મા તાલુકાની સગીરા તેની બહેનના ઘરે ગઇ હતી ત્યાં ઉલટીઓ થતાં બહેન અને બનેવી દવાખાને લઈ જતાં ગર્ભવતી હોવાનું માલુમ પડતાં તેને પરત પોતાના ઘરે લાવ્યા હતાં.

ત્યાં માતા પિતાએ પૂછતા છ માસ આગાઉ દૂધલીના અમૃતભાઇ કાનાભાઇ ઠાકરડાએ તેના ખેતરમાં ઘાસ લેવાની લાલચ આપી તેના ખેતરમાં લઇ ગયેલ અને દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાતા તબીબે પાંચ થી છ માસનું ગર્ભ હોવાનું જણાવતા સગીરાના પિતાએ અમૃતભાઇ કાનાભાઇ ઠાકરડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...